પશ્ચિમ બંગાળ: કોરોના કહેરની વચ્ચે રાજ્યપાલે મમતા સરકારને પશ્ચિમ બંગાળમાં કોરોના દર્દીઓના મૃતદેહોના અંતિમ સંસ્કારથી સંબંધિત વાયરલ વીડિયો અંગેની પરિસ્થિતિને સ્પષ્ટ કરવા જણાવ્યું છે.
નોંઘનીય છે કે, ગુરુવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો. જેમાં કોવિડ -19 ના કથિત દર્દીઓના મૃતદેહને છેલ્લા અંતિમ સંસ્કાર લઈ જતા બતાવવામાં આવે છે.
આ વીડિયો વાયરલ થયા બાદમાં લોકો પોતાની પ્રતિક્રિયા આપી રોષ ઠાલવી રહ્યાં હતા. વીડિયોમાં શહેરના દક્ષિણ ભાગ ગારિયાના સ્થાનિક લોકો દ્વારા થતો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જ્યાં આ ઘટના બની હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેને દાવો કર્યો હતો કે, મૃતદેહ કોરોના દર્દીઓના છે.
જો કે, આરોગ્ય વિભાગ અને કોલકાતા પોલીસે વાયરલ વીડિયોને બનાવટી ગણાવ્યો છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનકરે આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી અને રાજ્યના ગૃહ સચિવ પાસેથી આ ઘટના અંગે રિપોર્ટ માંગ્યો હતો.
બાદમાં એક ટ્વિટમાં તેમણે નિર્દયતા અને અસંવેદનશીલતા સાથે મૃતદેહોના નિકાલ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. અને કહ્યું હતું કે, આપણા સમાજમાં શરીરને સર્વોચ્ચ સન્માન આપવામાં આવે છે .