કોલકાતા: પશ્ચિમ બંગાળ સરકારે ગૃહ મંત્રાલયને પત્ર લખીને રાજ્યમાં આવી રહેલી IMCTની ટીમને પુરતો સહકાર આપવાની ખાતરી આપી છે. પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ રાજીવ સિંહાએ કેન્દ્રીય ગૃહ સચિવને જણાવ્યું કે, પશ્ચિમ બંગાળ સરકારે IMCTની ટીમને કોઈ ટેકો આપ્યો ન હતો એ વાત સાચી નથી.
રાજીવ સિંહાએ જણાવ્યું કે, IMCT ટીમ અમને પૂર્વ જાણકારી આપ્યા વગર આવી હતી. જે કારણે અમે ટીમને કોઈ જાતની સહાય આપી શક્યા ન હતા. તેમજ ટીમે અમારી પાસેથી કોઈ મદદની માગણી પણ કરી નહતી.
ઉલ્લેખનીય છે કે, IMCTએ મંગળવારે પશ્ચિમ બંગાળના કોલકાતાના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી અને કોરોના વાઈરસના અસરગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. આ મૂલ્યાંકન દરમિયાન રાજ્ય પોલીસ અને BSF જવાનોએ IMCTને સુરક્ષા સાથે પરિસ્થિતિથી વાકેફ કરાવ્યા હતા.