ETV Bharat / bharat

બંગાળમાં કેન્દ્ર દ્વારા સૂચિત રાત્રિ કર્ફ્યુ લાગુ નહીં: મમતા

પશ્ચિમ બંગાળમાં લોકડાઉન અવધિ 31 મે સુધી લંબાવી દેવામાં આવી છે. મુખ્ય્રધાન મમતા બેનર્જીએ સોમવારે કેટલીક છૂટછાટોની ઘોષણા કરતા કહ્યું હતું કે તેમની સરકાર રાજ્યમાં કેન્દ્ર દ્વારા સૂચિત રાત્રિ કર્ફ્યુ લાગુ કરશે નહીં.

author img

By

Published : May 18, 2020, 7:59 PM IST

Mamata Banerjee
Mamata Banerjee

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં લોકડાઉન અવધિ 31 મે સુધી લંબાવી દેવામાં આવી છે. મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ સોમવારે કેટલીક છૂટછાટોની ઘોષણા કરતા કહ્યું હતું કે તેમની સરકાર રાજ્યમાં કેન્દ્ર દ્વારા સૂચિત રાત્રિ કર્ફ્યુ લાગુ કરશે નહીં.

મમતાએ કહ્યું, "કેન્દ્રએ અમને સાંજે 7 થી સવારે 7 સુધી કર્ફ્યુ લાદવાનું કહ્યું છે, પરંતુ લોકડાઉનમાં રહેશે, તેથી હું લોકો પર 'કર્ફ્યુ' શબ્દ લાદવા માંગતી નથી." હું દરેકને ધારાધોરણો અનુસરવા વિનંતી કરું છું. અમે કોઈ કર્ફ્યુ લાગુ કરીશું નહીં અને લોકડાઉન પહેલાની જેમ ચાલુ રહેશે. ''

બેનર્જીએ કહ્યું કે ફેરીયાવાળા, સલુન્સ અને પાર્લર માલિકોને કેટલીક શરતો સાથે 27 મી મેથી તેમની દુકાનો ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ, ખાનગી ઓફિસો જે શોપિંગ મોલ્સની અંદર આવેલી હોય તેમાં 50% કર્મચારીઓ સાથે કામ કરવાની છૂટ છે. આ ઉપરાંત રાજ્યમાં 21 મેથી આંતર-જિલ્લા બસોને મંજૂરી આપવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે પરપ્રાંતિય મજૂરોને પરત લાવવા માટે 105 કામદારોએ વિશેષ ટ્રેનોની માંગ કરી છે અને તેમની સરકાર રેલવેને આગામી થોડા દિવસોમાં વધુ 120 વિશેષ ટ્રેનો આપવા વિનંતી કરશે.

તેમણે કહ્યું, 'અમે નાઇટ કર્ફ્યુ લાદવાની સત્તાવાર જાહેરાત કરી રહ્યા નથી કારણ કે લોકો પહેલાથી જ ઘણાં તણાવમાં છે. અમે તેમની સમસ્યાઓ વધારવા માંગતા નથી, પરંતુ અમે લોકોને વિનંતી કરીશું કે સાંજે સાત વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી તેઓ તેમના ઘરની બહાર ન આવે, નહીં તો પોલીસ કાર્યવાહી કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.