2019ની લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળ ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો. મમતા બેનર્જી અને નરેન્દ્ર મોદી વચ્ચેની સીધી લડાઇ જોવા મળતી હતી. આ રાજ્યમાં ચૂંટણીના સાત તબક્કા દરમિયાન 42 બેઠક ભાજપ 16 બેઠકથી આગળ ચાલી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ માત્ર 2 બેઠકો જીતી રહ્યું છે.2014માં માત્ર 2 બેઠક જીતનાર ભાજપની સૌથી મોટી જીત ગણાવી શકાય છે.
7મી લોકસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. પોસ્ટલ બેલેટની ગણતરી પૂરી થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળની વાત કરીએ તો શરૂઆતી રૂઝાનમાં તૃણમૂલ કોંગ્રેસ આગળ ચાલી રહી છે. તૃણમૂલ અહીં 2011થી રાજ્યની સત્તામાં છે. તેમણે 2014માં રાજ્યની 42 લોકસભા સીટમાંથી 34 સીટ પર જીત મેળવી હતી. જ્યારે ઓરિસ્સામાં ભાજપ આગળ છે. ઓરિસ્સામાં બીજૂ જનતા દળ (બીજેડી)ના નવીન પટનાયક 2000થી મુખ્યમંત્રી છે. બીજેડીને 2014માં અહીં 21માંથી 20 લોકસભા સીટ પર કબજો કર્યો હતો. જોકે આ વખતે આ બંને રાજ્યોમાં ભાજપે આક્રમક પ્રહાર કર્યો હતો.
ગાળમાં સાત તબક્કામાં ચૂંટણી થઈ હતી. અહીં દરેક તબક્કામાં હિંસા થઈ હતી. તેમ છતાં અહીં 81.94% મતદાન થયું હતું. જોકે આ આંકડો 2014ની સરખામણીએ ઓછો છે. જોકે ગઈ લોકસભા ચૂંટણીમાં અહીં 82.2% મતદાન થયું હતું. ઓરિસ્સામાં 73.1% મતદાન થયું હતું. જ્યારે 2014માં 73.8% મતદાન થયું હતું.