મેષ: દિવસની શરૂઆતમાં આપને માનસિક દ્વિધા જેવું લાગશે પરંતુ ટૂંક સમયમાં જ આ સ્થિતિ દૂર થતા મહત્વના નિર્ણયો અને ચર્ચામાં ભાગ લઈ શકશો. આપે જિદ્દી વલણ છોડીને સમાધાનકારી વલણ અપનાવવું તેવી સલાહ છે. આપ મધુરવાણીથી કોઇકને મનાવી શકશો. નવા કામનો પ્રારંભ શક્ય હોય તો ટાળવો અથવા સાવધાની રાખવી. બપોર પછી આપના ઉત્સાહમાં અચાનક વધારો થતાં જણાશે અને મન પ્રફુલ્લિત બને. પરિવારજનો સાથેની સંવાદિતા વધે. પ્રવાસની શક્યતા વધે. નાણાકીય બાબતોનું આયોજન કરી શકો.
વૃષભ: આપનો આજનો દિવસ મધ્યમ ફળદાયક રહેશે. દિવસની શરૂઆતમાં શારીરિક અને માનસિક રીતે ચુસ્તી અને સ્ફૂર્તિ લાગે. આપની રચનાત્મક અને કલાત્મક શક્તિઓમાં વધારો થશે. ઉત્સાહ અને ચોક્સાઇપૂર્વક કામ કરી શકશો. પરંતુ મધ્યાહન બાદ આપનું માનસિક વલણ થોડું દ્વિધાયુક્ત બનશે. તેથી વિચાર વંટોળમાં ખોવાયેલા રહેશો. અગત્યના નિર્ણયો આ સમયે ન લેવાની સલાહ આપવામાં આવે છે.
મિથુન: આપનો વર્તમાન સમય મિશ્ર ફળદાયી રહેશે. આજે આપ ચિંતા અને અતિશય વિચારોથી દૂર રહેશો તો ઉત્તમ સ્વાસ્થ્ય માણી શકશો. કુટુંબમાં મહત્વના મુદ્દે ચર્ચા થતી હોય ત્યારે પોતાની જ વાત સાચી ઠેરવવાનો હઠાગ્રહ છોડવાની સલાહ છે. પરંતુ બપોર પછી આપ તમામ કાર્યોમાં અનુકૂળતા અનુભવશો. પરિણામે કામ કરવામાં ઉત્સાહ અનુભવાય. કુટુંબનો માહોલ પણ સુધશે. આર્થિક લાભની શક્યતાઓ છે.
કર્ક: વેપારધંધામાં વૃદ્ધિ અને આર્થિક લાભ થવાનો યોગ છે. સુંદર રમણીય સ્થળે પર્યટનનું આયોજન થાય. દાંપત્યજીવનની શ્રેષ્ઠ પળો આપ માણી શકશો. પરંતુ મધ્યાહન બાદ આપનું શારીરિક અને માનસિક રીતો થોડી સુસ્તિ અથવા આળસ આવી શકે છે. પરિવારના સભ્યો સાથે કોઇ કારણસર મતભેદ થાય તો શક્ય હોય એટલી સમાધાનકારી નીતિ અપનાવીને વાત ઉકેલવાનો પ્રયાસ કરવો. અચાનક કોઇ કારણસર ખર્ચની શક્યતા વધશે માટે આર્થિક બાબતે પૂર્વતૈયારી રાખવાની સલાહ છે. કામકાજમાં અને રસ્તા પર ધીરજ રાખશો તો આકસ્મિક ઈજાથી બચી શકશો.
સિંહ: નવા કાર્યોનું આયોજન કરવા માટે એકંદરે સારો દિવસ છે. અધુરાં કાર્યો પૂરાં થાય. મિત્રો, સગાંસ્નેહીઓ પાસેથી ભેટ ઉપહાર મળે. જેથી આનંદ થાય. વેપાર ક્ષેત્રે નવા સંપર્કો અને ઓળખાણથી લાભ થાય. કુટુંબ અને મિત્રો સાથે આનંદ માણશો. આવકમાં વૃદ્ધિના યોગ છે. નાનકડી પણ આનંદદાયક મુસાફરી થાય. જીવનસાથી સાથે સુખ સંતોષની લાગણી અનુભવશો.
કન્યા: વેપારીઓ તેમના વ્યવસાયમાં નાણાકીય લાભ મેળવી શકશે. લાંબા અંતરની મુસાફરીનો યોગ છે. સ્વાસ્થ્યની બાબતમાં સંભાળવું. દૂર વસતા સ્નેહીઓના સમાચાર મળે. મધ્યાહન પછી ઓફિસમાં ઉપરી અધિકારીઓન સાથ સહકાર મળે. સરકારી લાભ માટે ગૃહસ્થજીવનમાં સુખ અને સંતોષની લાગણી અનુભવશો. નોકરીયાતોને પદોન્નતિથી લાભ થાય. માન- સન્માનથી મન પ્રસનન રહે.
તુલા: આજે ખાવાપીવામાં ખાસ ધ્યાન રાખવાની આપને સલાહ છે કારણ કે ભોજનની અતિશયોક્તિ અથવા અનિયમિતતા તમારા સ્વાસ્થ્યને હાનિ પહોંચાડી શકે છે. દિવસ દરમ્યાન નવા કાર્યનો આરંભ કરવા માટે સંપૂર્ણ અનુકૂળ સમય ના હોવાથી શક્ય હોય તો ટાળજો. વધુ પડતો કામના બોજ લેવાના બદલે કામ અને આરામ વચ્ચે સંતુલન રાખવાની સલાહ છે. મુસાફરી ઓછી લાભદાયી નીવડે, પરંતુ બપોર પછી આપને નવું કાર્ય કરવાની પ્રેરણા મળશે. ધાર્મિક કાર્યો થાય. વિદેશ વસતા આપ્તજનો કે મિત્રના સમાચાર મળે. વેપારધંધામાં આર્થિક લાભ થાય. નવા આયોજનો માટેની અનુકૂળતા સર્જાય.
વૃશ્ચિક: આજે આપ દાંપત્યજીવનને વિશેષ માણી શકશો અને તેના સુખનો અનુભવ કરી શકશો. પરિવાર સાથે સામાજિક મેળાવડામાં ભાગ લો. ટૂંકી મુસાફરીનો યોગ છે. બપોર પછી આપની તબિયતની કાળજી લેવી પડશે. વધુ પડતા વિચારોમાં અટવાશો તો માનસિક રીતે વ્યગ્રતા થઈ શકે છે. બપોર પછી નવા કાર્યની શરૂઆત કરવાનું મુલતવી રાખજો. પ્રવાસનું આયોજન કરો તો તેમાં કેટલીક સાવચેતીઓ રાખવી પડશે. સમયસર ભોજન લેવાની સલાહ છે. યોગ અને ધ્યાનથી માનસિક શાંતિ મેળવી શકશો.
ધન: આપનો આજનો દિવસ શુભફળદાયી હશે. શરીર અને મનની સ્વસ્થતાની સાથે સાથે જ આપ વ્યવસ્થિત રીતે આપના કાર્યો પૂરા કરી શકશો. આર્થિક આયોજન પણ ખૂબ સારી રીતે થઇ શકે. ઓફિસમાં સાથે કામ કરનારા કર્મચારીઓનો સહકાર મળશે. પરિવારજનો અને મિત્રો સાથેની ઘનિષ્ઠતા વધે. દાંપત્યજીવન આનંદદાયક રહે. જાહેર જીવનમાં સફળતા મળે. વેપારીઓ વ્યાપારમાં વૃદ્ધિ કરી શકશે. સામાજિક જીવનમાં યશકીર્તિ મળે.
મકર: મહેનતના પ્રમાણમાં અપેક્ષિત પરિણામ ના મળે તો પણ તમે અત્યારે નિરાશ થયા વગર પ્રયાસ ચાલુ રાખજો કારણ કે તમારી મહેનતનું ફળ આગામી સમયમાં ચોક્કસ મળી શકે છે. આપ સંન્નિષ્ઠતાપૂર્વક આપનું કામ કરશો. અન્ય વ્યક્તિઓ સાથેના સંબંધો સુમેળભર્યા રહેશે. તબિયત સાચવવા બહારનું ન ખાવું. બપોર પછી ખોરંભે ચડેલા કાર્યો પૂરા થાય, માંદા માણસોને આરોગ્યમાં સુધારો થતો લાગે. આર્થિક લાભની સંભાવના છે. મોસાળપક્ષ તરફથી સારા સમાચાર મળે. સહકાર્યકરો સહકાર આપશે.
કુંભ: વિદ્યાર્થીઓ, કલાકારો અને ખેલાડીઓ માટે વર્તમાન સમય સારો હોવાનું જણાઈ રહ્યું છે. સરકારથી તેમજ પિતાથી લાભ થાય. આપનું મનોબળ મક્કમ રહે. કાર્યોમાં સફળતા મળે. વાદવિવાદમાં સફળતા મળે. સ્ત્રીવર્ગ પાછળ ધનખર્ચ થાય. પાચનતંત્રમાં તકલીફ થવાની શક્યતા છે. તેથી બહારનું ખાવાનું ટાળવું. વાંચન લેખનમાં આપની અભિરૂચિ વધશે. નાણાંનું વ્યવસ્થિત આયોજન કરી શકશો.
મીન: આજે આપ કલ્પનાના જગતાં વિહાર કરશો. આપની સર્જનશક્તિને યોગ્ય દિશા મળશે. આપનું મન લાગણીથી આર્દ્ર બનશે. પરિવાર, મિત્રો સાથે સુરૂચિપૂર્ણ ભોજન લેવાનું થાય. રોજિંદા કાર્યો ભરપૂર આત્મવિશ્વાસ અને મક્કમ મનથી પાર પાડશો. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. સંતાનો માટે સમય સારો હોવાનું જણાઈ રહ્યું છે. પિતૃપક્ષ તરફથી લાભ થાય.