મમતા બેનર્જીએ પૂર્વ વડાપ્રધાન અને ખેડૂત નેતા ચૌધરી ચરણસિંહની જયંતિ પર તેમણે શ્રદ્ઘાંજલિ આપતા કહ્યું કે, આ આ સમયે 'કિસાન ક્રેડિટ કાર્ડ'ના વિતરણમાં અઢી ઘણો વધારો થયો છે. તેમણે ટ્વીટ કર્યુ કે, 'પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ. આ દિવસને ખેડૂત દિવસ તરીકે ઉજવાય છે. આ પ્રસંગે તમામ ભૂમિપૂત્રોને મારી શુભેચ્છાઓ'
તેમણે ઉમેર્યું કે, ખેડૂતોની સરેરાશ વાર્ષિક આવક ત્રણ ઘણી વધીને 91,000 રૂપિયા(2010-11)થી 2.91 લાખ રૂપિયા (2018માં) થઈ છે. કિસાન 'કિસાન ક્રેડિટ કાર્ડ'નું વિતરણ અઢી ઘણું વધીને 2011માં 27 લાખથી 2019માં 69 લાખ થઈ ગયુ. પશ્ચિમ બંગાળમાં અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ઘ છે. તેમમે ફસલ બીમા નીતિનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે, તેમની સરકારે કેનદ્ર સરકારની મદદ લીધા વિના યોજના સફળ બનાવી. વળી, પોતાની સરકાર દ્વારા શરૂ કરાયેલી 'કૃષક બંધુ યોજના'થી આશરે 72 લાખ ખેડૂત પરિવારોને લાભ થશે.
ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં 1902માં જન્મેલા ચૌધરી ચરણસિંહ જુલાઈ 1979થી જાન્યુઆરી 1980 સુધી દેશના વડાપ્રધાન રહ્યાં.