ETV Bharat / bharat

સ્વાસ્થ્ય ઉપર દેખરેખ રાખતી શક્તિશાળી સિસ્ટમ તરીકે કામ કરી શકે તેવી સ્માર્ટવોચ - યુનાઈટેડ કિંગ્ડમ

યુનાઈટેડ કિંગ્ડમ. સામાન્ય રીતે સ્માર્ટવોચ તમે કેટલું ચાલ્યા, તમારી ઉંઘની પેટર્ન, હૃદયના ધબકારા વગેરે દર્શાવતી હોય છે અને કેટલીક સ્માર્ટવોચ બ્લડ પ્રેશર માપવા માટે પણ મદદરૂપ થાય છે. જોકે, હજુયે આવી કાંડા ઘડિયાળો તમારા શરીરના રસાયણશાસ્ત્ર ઉપર દેખરેખ રાખવા અને તમારા શરીરનું મેટાબોલિઝમ - ચયાપચય કેવું કામ કરે છે, તે કહી શકતી નથી.

સ્વાસ્થ્ય ઉપર દેખરેખ રાખતી શક્તિશાળી સિસ્ટમ તરીકે કામ કરી શકે તેવી સ્માર્ટવોચ

author img

By

Published : Jun 25, 2020, 3:38 AM IST

આ ઉણપને પૂરી કરવા માટે યુસીએલએ (યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, લોસ એન્જલસ)ના એન્જિનિયરોએ એવી ડિસ્પોઝેબલ, ડબલ-સાઈડેડ ફિલ્મ વિકસાવી છે, જે સ્માર્ટવોચની અંદરની બાજુએ જોડવામાં આવે છે. આ ફિલ્મ મેટાબોલિઝમ અને ચોક્કસ પોષક તત્વો જેવાં શરીરના પ્રસ્વેદમાં અત્યંત ઓછી માત્રામાં હાજર હોય તેવાં પરમાણુઓને શોધી શકે છે. તેમણે આ પ્રકારની સ્માર્ટવોચ પણ વિકસાવી છે અને તેનો ડેટા રેકોર્ડ કરતી સંલગ્ન એપ્લિકેશન પણ વિકસાવી છે.

સિસ્ટમ પ્રસ્વેદમાં મળી આવતાં રાસાયણિક સંકેતોને પકડે છે અને શરીરમાં શું થઈ રહ્યું છે તેનો તે જ ક્ષણનો અહેવાલ આપે છે. ટેકનોલોજીની વિસ્તૃત છણાવટ કરતો અભ્યાસ સાયન્સ એડવાન્સીઝ નામની જર્નલમાં પ્રકાશિત થયો છે.

યુસીએલએ સેમ્યુએલી સ્કૂલ ઓફ એન્જિનિયરીંગના એલેક્ટ્રિકલ એન્ડ કોમ્પ્યુટર એન્જિનિયરીંગ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર અને અભ્યાસના વડા સેમ ઈમામિનેજાદે જણાવ્યું કે વિશ્વમાં 10 કરોડથી વધુ સ્માર્ટવોચ અને અન્ય પહેરી શકાય તેવાં સાધનો વેચાય છે, જેમાં ડેટા-કલેક્શન, કમ્પ્યુટેશન અને ટ્રાન્સમિશનની ક્ષમતાઓ હોય છે. આ જાણકારીમાંથી આ કાર્યની પ્રેરણા મળી હતી.

સેમ્યુએલે ઉમેર્યું કે અમે આ પહેરી શકાય તેવાં સ્વાસ્થ્ય ઉપર દેખરેખ રાખતાં સાધનોને અપગ્રેડ કર્યાં છે અને હવે આ સાધનો વડે પરમાણુ-સ્તરની માહિતી માપી શકાય છે, જેથી શરીરમાં જે-તે વાસ્તવિક સમયે શું થઈ રહ્યું છે, તેની વધુ ઊંડી સમજ મળી રહે છે.

એડહેસિવ ફિલ્મની શરીરને સ્પર્શતી બાજુ પરસેવાના બુંદના રસાયણો એકત્ર કરીને તેનું વિશ્લેષણ કરે છે. ફિલ્મની ઘડિયાળ તરફની બાજુ આ રાસાયણિક સંકેતોને ઈલેક્ટ્રિકલ સ્વરૂપમાં પરિવર્તિત કરે છે, જેથી તે વાંચી શકાય, તેને પ્રોસેસ કરે છે અને તે પછી સ્માર્ટવોચ ઉપર દર્શાવે છે.

વાંગે જણાવ્યું કે ફિલ્મમાં યોગ્ય રીતે એન્ઝાઇમેટિક-સેન્સિંગ લેયર્સ સામેલ કરીને અમે ગ્લુકોઝ અને લેક્ટેટનો ચોક્કસપણે લક્ષિત કર્યાં હતાં, જે શરીરના મેટાબોલિઝમનાં સ્તર અને કોલિન જેવાં પોષક તત્ત્વો દર્શાવે છે.

સંશોધકોએ આ ફિલ્મનું પરીક્ષણ બેઠાડુ જીવન જીવી રહેલી વ્યક્તિ, ઓફિસમાં કામ કરી રહેલ વ્યક્તિ તેમજ બોક્સિંગ જેવા ભારે શારીરિક શ્રમ કરી રહેલા લોકો ઉપર કર્યું હતું અને તેમને જાણવા મળ્યું હતું કે આ સિસ્ટમ વિવિધ પ્રકારની પરિસ્થિતિમાં અસરકારક રીતે કામ કરે છે. તેમણે એ પણ નોંધ્યું કે ફિલ્મનું ચીકણાપણું સમગ્ર દિવસ માટે કાંડા પટ્ટાની જરૂરિયાત વિના ત્વચા સાથે સંપર્કમાં રહેવા તેમજ ઘડિયાળમાં રહેવા માટે પર્યાપ્ત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.