દરેક દેશ માટે મુશ્કેલી !
છેલ્લા એક સો વર્ષમાં પાણીનો વપરાશ છ ગણો વધ્યો છે. એક તરફ વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ પર્યાવરણમાં આવી રહેલા પરીવર્તનોને કારણે વિશ્વમાં વાવાઝોડા, ચક્રવાત પુર જેવી કુદરતી આફતો સર્જાઈ રહી છે અને લોકો કુદરતના અભિશાપરૂપ આ આફતોનો ભોગ બની રહ્યા છે. પરીણામે પાણી પરનું દબાણ નોંધપાત્ર રીતે વધી રહ્યુ છે. હકીકતમાં, આ એક એવો સમય છે જ્યારે ઘણા દેશો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વર્લ્ડ રીસોર્સીસ કાઉન્સિલ (2019) ના આંકડા પ્રમાણે પાણીની કટોકટીનો સામનો કરી રહેલા દેશોમાં કતાર પ્રથમ ક્રમ પર છે અને ભારત આ યાદીમાં તેરમાં ક્રમે છે. નિષ્ણાંતોએ એ સ્પષ્ટ કર્યુ છે કે પાણીના સંગ્રહની માત્રામાં તફાવત હોઈ શકે છે પરંતુ ભવિષ્યમાં વિશ્વના દરેક દેશને પાણીની અછતનો સામનો કરવો પડશે એ વાત નક્કી છે. તેથી જ વિશ્વના દેશો માટે ‘પાણીનો સંગ્રહ’ એ એક સર્વસામાન્ય વિચાર બની રહ્યો છે. પાણીની કુલ જરૂરીયાતોમાંથી 69% પાણીનો વપરાશ કૃષિક્ષેત્રે થઈ રહ્યો છે. ઉદ્યોગો, બળતણના ઉત્પાદનો તેમજ મત્સ્ય ઉદ્યોગ પર પાણીની અછતની પ્રતિકુળ અસર પહોંચી રહી છે. UNOના એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ અને આંતરરાષ્ટ્રીય મોનીટરી ફંડે એક રીપોર્ટમાં દુ:ખ વ્યક્ત કરતા કહ્યુ છે કે પહેલેથી જ ખુબ મોડુ થઈ ગયુ છે અને હવે વિશ્વના દરેક વ્યક્તિએ સંકલન કરીને એક મજબૂત સંકલ્પ સાથે કામ કરવુ પડશે.
પર્યાવરણમાં આવી રહેલા પરીવર્તનને કારણે પાણીના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. પરીણામે, તેમાં ઓક્સીજનના પ્રમાણમાં ઘટાડો થવાને કારણે પાણીની ગુણવત્તા નીચી જશે. જળાશયો અને પાણીના અન્ય સ્ત્રોતો પોતાને સાફ કરવાની ક્ષમતા ગુમાવશે. દુષ્કાળ દરમીયાન પ્રદુષકો વધશે અને વધુ દુષિત થશે. આ તમામની આડઅસર અંતે ખોરાકના ઉત્પાદન પર પડશે. પર્યાવરણમાં આવી રહેલા બદલાવ, શારીરિક બદલાવ તેમજ માનસીક બદલાવને કારણે તેમજ બીમારી અને આર્થિક સંકટને કારણે લોકો સ્થળાંતર કરી રહ્યા છે. પરીસ્થીતિ એટલી વણસી શકે છે કે લોકો મુશ્કેલીમાંથી બહાર નહી આવી શકે. એટલુ જ નહી, જંગલો અને કાંપ વાળી જમીન લુપ્ત થવાને કારણે જૈવવિવિધતાને ખુબ અસર પહોંચશે.
પર્યાવરણમાં આવી રહેલા પરીવર્તનને પરીણામે વરસાદમાં આવી રહેલી ભિન્નતા વિશ્વને એક અનિશ્ચીતતા તરફ દોરી જાય છે. ઉષ્ણકટીંધીય વિસ્તારોમાં જળના સ્ત્રોતોની ઘટતુ પ્રમાણ સ્પષ્ટ જોઈ શકાય છે. ભારત પણ તેમાંનો એક છે. વિશ્વના નકશામાંથી અમુક વિસ્તારો અદ્રશ્ય થવાની પણ સંભાવના છે. પર્યાવરણમાં આવી રહેલા પરીવર્તનની અસર મોટાભાગે પાણી પર આધાર રાખતી નદીઓ પર પહોંચશે. વિશ્વના દેશોએ બે વ્યુહરચના સાથે આ મુશ્કેલીને નીવારી શકે તેવા પગલા તરફ આગળ વધવુ જોઈએ. તેના ભાગરૂપે તેઓ આવનારી પર્યાવરણીય પરીસ્થીતિની વૈજ્ઞાનિક રીતે આગાહી કે ધારણા કરવા માટે સક્ષમ હોવા જોઈએ. તેનાથી પર્યાવરણમાં આવી રહેલા પરીવર્તનને વૈજ્ઞાનિક અને તકનીકી બંન્ને રીતે જાણવુ શક્ય બનશે. તેની સાથે આપણે પર્યાવરણના પરીવર્તનની તીવ્રતાને માપવા માટે સક્ષમ બનીશુ અને ત્યારબાદ યોગ્ય પગલા પણ લઈ શકીશુ. માત્ર કાર્બન ડાયઓક્સાઇડ અને ગ્રીનહાઉસ ગેસને ઘટાડવા માટે જ પગલા લેવાના છે તે રાહતની વાત છે. આ એક મોટા ભૌગોલિક વિસ્તાર સાથે સંકળાયેલુ છે. તેમાં પાણીના સ્ત્રોતોનો ઉપયોગ, તેનું શુદ્ધીકરણ અને સુએજની વ્યવસ્થા, વગેરેનો સમાવેશ થાય છે. તેની પાછડનું કારણ એ છે કે ગ્રીનહાઉસ ગેસના ઉત્પાદનનો 3 થી 7 ટકા હિસ્સો સુએજમાંથી આવે છે.
પર્યાવરણની સારવાર
ગટરના પાણીમાંથી આવતો મીથેન ગેસ એ તીવ્ર ગ્રીનહાઉસ ગેસ છે. એક અંદાજ પ્રમાણે વિશ્વભરમાં છોડવામાં આવતા ગટરના પાણીમાંથી 80 થી 90 ટકા પાણી કોઈપણ જાતની પ્રક્રીયા વગર જ પર્યાવરણમાં છોડવામાં આવે છે. જોર્ડન, મેક્સીકો, પેરૂ અને થાઇલેન્ડ જેવા દેશોમાં અત્યાધુનિક પદ્ધતિનો ઉપયોગ કરીને ઓર્ગેનીક પદાર્થમાંથી મીથેન કાઢવામાં આવે છે અને તેમાંથી જરૂરી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. તેનાથી કાર્બન ડાયઓક્સાઇડ અને ગ્રીનહાઉસ ગેસમાં હજારો ટનનો ઘટાડો થશે. તેવી જ રીતે પરંપરાગત ખેતીની પ્રક્રીયાને અપનાવીને તેમજ ભેજવાળી જમીનનું સંરક્ષણ કરીને ભેજને બચાવી શકાશે. વધારાના વહી જતા પાણીનું શુદ્ધીકરણ અને તેના પર પ્રક્રીયા કરીને પાણીના કચરાને ઘટાડી શકાશે. જળ સંસાધનોની જાળવણી અને વધુ સારી સ્વચ્છતાની સુવિધા માટે સરકારે સ્વૈચ્છીક સંસ્થાઓને આર્થિક સહાય આપવી પડશે.