બાલાસોર: મેક ઇન ઇન્ડિયા હેઠળ દેશની સેનાને સતત મજબુત કરવામાં આવી રહી છે. સેનાની તાકાતમાં વધુ એક નામ જોડાયું છે. જેમાં એન્ટી ટેન્ક 'ધ્રુવસ્ત્ર' મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે, આ મિસાઇલ મેક ઇન ઇન્ડિયા છે અને દુશ્મનને પુરી રીતે મ્હાત આપવાની ક્ષમતા ધરાવે છે.
ઓડિશાના બાલાસોરમાં 15-16 જૂલાઇના રોજ તેનું ટેસ્ટ થયુ હતું, ત્યારબાદ હવે મિસાઇલને સેનાને સોંપવામાં આવશે. તેનો ઉપયોગ ભારતીય સેનાના ધ્રુવ હેલિકોપ્ટર સાથે કરવામાં આવશે. એટલે કે, અટેક હેલિકોપ્ટર ધ્રુવ પર મિસાઇલને તૈનાત કરવામાં આવશે. જેથી સમય પર હુમલો કરવામાં સફળ રહી શકે.
વધુમાં જણાવીએ કે, જે ટેસ્ટ કરવામાં આવ્યું હતું તે હેલિકોપ્ટર વિના કરવામાં આવ્યું હતું. આ પહેલા આ મિસાઇલનું નામ નાગ રાખવામાં આવ્યું હતું, જેને બદલીને હવે ધ્રુવસ્ત્ર રાખવામાં આવ્યું છે.