ETV Bharat / bharat

કોવિડ-19 દરમિયાન હાથ ધોવા અને હાથ સેનિટાઈઝ કરવા

મહામારીને કારણે સેનિટાઈઝર્સનો વારંવાર ઉપયોગ અત્યંત સામાન્ય બાબત બની ગઈ છે. 3 મહિના કરતાં પણ વધુ સમયથી આપણે સેનિટાઈઝર્સનો સક્રિય રીતે ઉપયોગ કરી રહ્યા છીએ. સેનિટાઈઝર્સના વધેલા ભાવને પગલે તેને સંલગ્ન બજારોમાં તેજીનાં સંકેતો મળ્યાં છે. લોકો દ્વિધામાં છે કે સુરક્ષિત રહેવા માટે સાબુ વાપરવો કે સેનિટાઈઝર... અમે ત્વચા રોગ વિશેષજ્ઞ ડૉ. સૈલજા સાથે વાતચીત કરી.

wash hands and sanitize hands during Covid-19
કોવિડ-19 દરમિયાન હાથ ધોવા અને હાથ સેનિટાઈઝ કરવા
author img

By

Published : Jul 4, 2020, 10:27 PM IST

ન્યૂઝ ડેસ્કઃ મહામારીને કારણે સેનિટાઈઝર્સનો વારંવાર ઉપયોગ અત્યંત સામાન્ય બાબત બની ગઈ છે. 3 મહિના કરતાં પણ વધુ સમયથી આપણે સેનિટાઈઝર્સનો સક્રિય રીતે ઉપયોગ કરી રહ્યા છીએ. સેનિટાઈઝર્સના વધેલા ભાવને પગલે તેને સંલગ્ન બજારોમાં તેજીનાં સંકેતો મળ્યાં છે. લોકો દ્વિધામાં છે કે સુરક્ષિત રહેવા માટે સાબુ વાપરવો કે સેનિટાઈઝર... અમે ત્વચા રોગ વિશેષજ્ઞ ડૉ. સૈલજા સાથે વાતચીત કરી.

તમારા હાથ ધુઓ અને તમે હેન્ડ સેનિટાઈઝર વાપરો - એ બંને વચ્ચે શો તફાવત છે ?

પરંપરાગત રીતે હાથ ધોવા, એ હેન્ડ સેનિટાઈઝર વાપરવા કરતાં અનેક ગણું વધુ સારું છે. સાબુથી ગાંદા હાથમાંથી ધૂળ, જીવાણુ અને તેલ દૂર થાય છે અને બધું જ ધોવાય છે, જેથી વધુ સ્વચ્છતા મળે છે. કેટલાંક ચોક્કસ પ્રકારના જીવાણુઓ દૂર કરવા માટે હેન્ડ સેનિટાઈઝર્સ કરતાં સાબુ અને પાણી અનેકવાર વધુ અસરકારક સાબિત થયાં છે. સાબુ, તમારા હાથ ઉપર ચોંટેલા જંતુનાશકો અને અન્ય રાસાયણિક અવશેષો પણ દૂર કરી શકે છે, જે હેન્ડ સેનિટાઈઝર નથી કરું. હેન્ડ સેનિટાઈઝર્સ મુખ્યત્વે બે પ્રકારનાં હોય છે ઃ આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઈઝર્સ અને આલ્કોહોલ વિનાનાં હેન્ડ સેનિટાઈઝર્સ. એક નવા અભ્યાસ મુજબ, જો તમે આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઈઝર ફટાફટ ચોપડી દો, તો તે શરદી અને ફ્લુનાં કીટાણુઓને મારી શકતું નથી. આનું કારણ એ છે કે તમારી આંગણીઓ હજુ લાળથી ભીની રહે છે.

સેનિટાઈઝર્સના વધુ પડતા ઉપયોગનાં કેવાં પરિણામો આવે ?

ત્વચા ઉપર ખંજવાળ, લાલ ચકામાં, બળતરા, શુષ્કતા, કાપા પડવા, લોહી નીકળવું અને સોરાયસીસ નીકળવા, અગાઉ થયેલી ઈજાના ભાગે બળતરા થવી, વગેરે સામાન્ય પરિણામો છે.

બીજી અસરો એ જોવા મળી કે, આવાં સેનિટાઈઝર્સ જ્યારે જણાવાયેલી સૂચના મુજબ વપરાયાં ન હોય ત્યારે ઝેરનું કામ કરે છે અથવા અકસ્માત સર્જે છે. સગર્ભા મહિલાઓ અને બાળકો જો લાંબા સમય સુધી સેનિટાઈઝર્સ વાપરે તો તેઓ સેનિટાઈઝર્સનાં ત્રણ સક્રિય ઘટકોનાં સંપર્કમાં આવે છે અને તે અંગે હજુ પરીક્ષણ ચાલુ છે. ઉપરાંત, તેવી ચિંતા પણ સેવાઈ રહી છે કે એન્ટિબેક્ટેરિયલ હેન્ડ સેનિટાઈઝર્સ અને સાબુ વાપરવાથી - બેક્ટેરિયાને મારતાં કેમિકલ્સ ધરાવતાં સેનિટાઈઝર્સ અને સાબુના ઉપયોગથી એન્ટિબાયોટિક-રેઝિસ્ટન્ટ બેક્ટેરિયા બને છે. સમય જતાં, આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઈઝર્સના ઉપયોગથી તમારા હાથની ત્વચા કુદરતી કરતાં વધુ ઝડપથી વૃદ્ધ થવા લાગે છે, કેમકે શુષ્ક ત્વચામાં કરચલીઓ અને અન્ય ખામીઓ સર્જાય છે.

બાળકો હેન્ડ સેનિટાઈઝર્સનો ઉપયોગ કરે છે, તે અંગે તમે શું કહેશો ?

નાનાં બાળકો અને કેટલાક પુખ્ત વયના લોકોની આસપાસ હેન્ડ સેનિટાઈઝર રાખવું બિનસલામતિભર્યું છે. આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઈઝર્સ ગળી જવાથી આલ્કોહોલનું ઝેર પેદા થઈ શકે છે. આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઈઝર્સ જ્યારે અપાયેલા દિશાસૂચન મુજબ વાપરવામાં આવે ત્યારે જ સલામત છે, પરંતુ જો કોઈ વ્યક્તિ એકાદ બે ઘૂંટથી વધુ માત્રામાં તે ગળી જાય તો ઝેરનું કામ કરે છે. તેનો આડેધડ અને દેખરેખ વિના કરાય, ખાસ કરીને જ્યાં અગ્નિ હોય અથવા રસોડામાં, તો આગના અકસ્માતો અને દાઝી જવાનું જોખમ રહે છે.

લોકોને સેનિટાઈઝર્સનો વિવેકપૂર્ણ ઉપયોગ કરતાં કેવી રીતે શીખવી શકીએ ?

સુપરમાર્કેટ્સ કે તમે ભાગ્યે જ અને ઘણા ઓછા સમય પૂરતી મુલાકાત લેતા હો તે સ્થળે અનિવાર્ય સંજોગોમાં તમે સેનિટાઈઝર્સ વાપરી શકો, પરંતુ ઘરે અથવા તમે જ્યાં રહો છો કે લાંબા સમય સુધી નિયમિતપણે કામ કરો છો, ત્યાં હંમેશા હાથ ધોવાની સવલતની કાયમી ગોઠવણ કરવી વધુ સારી ગણાય. એ યાદ રાખો કે હેન્ડ સેનિટાઈઝર્સનો ઉપયોગ અગ્નિની આસપાસ કરવો નહીં. તેનાથી આગ લાગવા કે દાઝી જવા જેવા અકસ્માતો સર્જાઈ શકે છે.

જો કોઈ વ્યક્તિને હેન્ડ સેનિટાઈઝર વાપરવાથી ત્વચા સંવેદનશીલ બની ગઈ હોય, પરંતુ તે વાપર્યા વિના ચાલે તેમ ન હોય, તો શું કરી શકાય?

જો તમારે આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઈઝર વાપર્યા વિના ચાલે તેમ ન હોય તો હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કર્યા બાદ તરત જ કોઈ પ્રકારનું હાથ ઉપર લગાવવાનું મોઇશ્ચરાઈઝર સાથેનું લોશન વાપરો.

સેનિટાઈઝર ન હોય અથવા તો પરવડે તેમ ન હોય, તો વ્યક્તિ કેવી રીતે સ્વચ્છતા જાળવી શકે ?

હાથ ધોવાની સવલત ન હોય તો હાથમોજાં પહેરો અને ખરીદી વગેરે જેવાં કામ પૂરાં થાય એટલે કાઢી નાંખો. કોઈ પણ સમયે, સાબુ અને ચોખ્ખા પાણીથી હાથ ધોવાનો વિકલ્પ તમામ વિકલ્પોમાં સર્વશ્રેષ્ઠ છે.

સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) સલાહ આપે છે કે ચેપને ફેલાતો અટકાવવા અને માંદા પડવાનું જોખમ ઓછું કરવાનો શ્રેષ્ઠ રસ્તો છે - સાદા સાબુ અને પાણીથી તમારા હાથ ધુઓ. સાબુ અને પાણીથી ઓછામાં ઓછી 20 સેકન્ડ્સ સુધી અવારનવાર હાથ ધોવા અનિવાર્ય છે, ખાસ કરીને બાથરૂમ ગયા પછી, જમતા પહેલાં, ઉધરસ કે છીંક આવે તે પછી અથવા નાક સાફ કર્યા પછી. જો સાબુ અને પાણી ઉપલબ્ધ ન હોય તો જ લોકોએ ઓછામાં ઓછો 60 ટકા આલ્કોહોલ ધરાવતું હોય તેવું આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઈઝર વાપરવું જોઈએ, એવી સીડીસીની ભલામણ છે.

ઘણાં સરફેસ ક્લીનર્સ અને ડિસઈન્ફેક્ટન્ટ્સ કહે છે કે સાર્સ-કોવ-2 સામે લડત આપવા તેમનો ઉપયોગ કરી શકાય છે. તેનો શો અર્થ થાય ? આ પ્રોડક્ટ્સ હું મારા હાથ અથવા શરીર ઉપર વાયરસથી બચવા માટે વાપરી શકું ?

ઘરવપરાશનાં ક્લીનર્સ ઉપર લખેલી સૂચનાઓને હંમેશા અનુસરો. ડિસઈન્ફેક્ટન્ટ સ્પ્રે કે વાઈપ્સનો ઉપયોગ તમારી ત્વચા ઉપર ન કરો, કેમકે તેનાથી ત્વચા અને આંખોમાં બળતરા થઈ શકે છે. ડિસઈન્ફેક્ટન્ટ સ્પ્રે અથવા વાઈપ્સ માનવી કે પ્રાણીના ઉપયોગ માટે નથી બનાવાયાં. ડિસઈન્ફેક્ટન્ટ સ્પ્રે કે વાઈપ્સ સખત, બિન-છિદ્રાળુ સપાટી ઉપર વાપરવા માટે બનાવાયેલાં હોય છે.

લેખક : ડૉ. સૈલજા કઝા સુરપાણેની, એમબીબીએસ, એમડી,

સભ્ય, અમેરિકન એકેડેમી ઓફ ડર્મેટોલોજી

સભ્ય, આઈએડીવીએલ

કોસ્મેટિક ડર્મેટોલોજિસ્ટ, એસઆરઆઈ ક્લિનિક.

મોબાઈલ : 9866548877.

ઈ-મેઇલ l: drskinstitute@gmail.com

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.