નવી દિલ્હીઃ AIMIMના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણે પોતાના વિવાદિક નિવેદન ‘ભલે આપણે 15 કરોડ હોઈએ પણ 100 કરોડ પર ભારે છે’ ને લઈને માફી માગી છે. પઠાણે માફી માગતાં કહ્યું છે કે, "મને બદનામ કરવા માટે મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કરાયું હતું."
તેમને પોતાના નિવેદન વિશે વાત કરતાં કહ્યું હતું કે, "જો કોઈને મારા નિવેદનથી દુઃખ પહોંચ્યું હોય તો હું માફી માગું છું. "
નોંધનીય છે કે, ઉત્તરી કર્ણાટકમાં 16 ફેબ્રુઆરીએ કલબુર્ગીમાં નાગરિક સંશોધન કાયદા વિરુદ્ધ રેલીનું સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, "આપણે સૌએ એક થઈને આઝાદી મેળવવી મળશે. જે માગવાથી ન મળે તેને છીનવી પડે છે. ભલે આપણે 15 કરોડ હોઈએ. પણ 100 કરોડ પર ભારે છીએ."