આજે ગુરૂવારના રોજ ત્રીજા તબક્કાના મતદાનનો આરંભ થઈ ગયો છે. જેમાં 17 બેઠકો પર મતદાન થશે. આ બેઠકો માટેના મતદાન માટે કુલ 7016 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યાં છે. જેમાં 56,18,267 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
મતદારોમાં 29,37976 પુરુષ અને 26,80205 મહિલાઓનો સમાવિષ્ટ છે. જેઓ ઉમેદવાર આજસૂ સુપ્રીમો સુદેશ મહતો, નગર વિકાસ મંત્રી સીપી સિંહ, શિક્ષા મંત્રી નીરા યાદવ અને જે.વી.એમ સુપ્રીમો બાબુલાલ મરાંડીની ભાવિ નક્કી કરશે.
ચૂંટણી પંચે શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણી યોજવા માટે ચોક્કસ વ્યવસ્થાનું આયોજન કર્યુ છે. જેમાં લગભગ 40 હજાર મતદાનકર્મીઓને તૈનાત કરાયાં છે. સંવેદનશીલ ગણતાં 96 જેટલાં વિસ્તારોમાં મતદાનકર્મીઓને હૅલીકોપ્ટરથી પહોંચડાવામાં આવ્યાં હતાં.
મુખ્ય ચૂંટણી અધિકારીના જણાવ્યાનુસાર, " ત્રીજા તબક્કાના મતદાનમાં 309 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જેમાં 277 પુરુષ અને 32 મહિલા ઉમેદવારો છે."
ઉલ્લેખનીય છે કે, બે તબક્કાની ચૂંટણીમાં 60 ટકા મતદાન નોંધાયું છે. જેમાં 17 બેઠક પર આશરે 56 લાખ મતદારોએ નોંધાયેલાં છે.