વિશાખાપટ્ટનમ : આંધ્ર પ્રદેશમાં એક કેમિકલ પ્લાન્ટમાં ઝેરી ગેસ લીક થવાના સમાચાર સામે આવ્યા હતા. જેના કારણે 9 લોકોના મોત નિપજ્યા છે. આ તકે વિશાખાપટ્ટનમના જિલ્લા આરોગ્ય અધિકારીએ આરઆર વેંકટપુર ગામમા એલજી પોલિમર ઉદ્યોગમાંથી ગેસ લીક થયો હોવાની માહિતી આપી હતી.
મીડિયા રીપોર્ટ મુજબ ઘટનાથી બાળકી સહિત 9 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 1000થી વધુ લોકોને અસર પહોંચી છે.
શું છે સ્ટાયરિન?
સ્ટાયરિન તેલ જેવો એક રંગીન પદાર્થ છે. જેને ઇથેનાઇલબેંજીન, વિનાઇલબેંજીન અને ફિનાઇલઇથિનના નામથી જાણવામાં આવે છે. સ્ટાયરિનનો ઉપયોગ પોલિસ્ટાયરિન પ્લાસ્ટિક અને રેજિન બનાવવા માટે થાય છે. આ ઉપરાંત પેકિંગનો સામાન, ફાઇબર ગ્લાસ, પાઇપ પણ બનાવવામાં આવે છે.
શું છે સ્ટાયરિનની આડ અસર?
- આંખમાં બળતરા
- પેટ સબંધિત બીમારી
- સીનએસ પર પ્રભાવ
- માથમાં દુખાવો
- થાક લાગવો
- કમજોરી
- બહેરાશ
- હતાશા
- પરિધીય ન્યુરોપેથી