વોશિંગ્ટન: સોમવારે અમેરિકાની સરકાર દ્વારા 30, 000 વોલેંટીયર્સ સાથે કોરોના રસીના પરીક્ષણના અંતિમ તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો. આ રસી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ ઍન્ડ મોડર્નાએ તૈયાર કરેલી છે. જેના ડોઝ દર્દીને આપ્યા બાદ તેમને કોરોના સંક્રમિત ક્ષેત્રોમાં મોકલવામાં આવશે જેથી એ ખ્યાલ આવી શકે કે રસી બરાબર કામ કરી રહી છે કે નહી. જો કે આ રસી કોરોના સામે રક્ષણ આપશે જ તેવી હજી સુધી કોઈ ખાતરી આપવામાં આવી નથી.
મોટેભાગે બ્રાઝિલના એવા દર્દીઓ કે જે હાલ કોરોનાના ત્રીજા સ્ટેજમાં છે તેમની પર આ પરીક્ષણ હાથ ધરવામાં આવી રહ્યું છે. પરંતુ આ ટ્રાયલ યુએસ માં પણ થાય તેવું નિષ્ણાતો વિચારી રહ્યા છે.
US માં જે રસીનું પરીક્ષણ કરવામાં આવે તેના માટે દર મહિને નવો અભ્યાસ હાથ ધરવામાં આવે છે અને દવાઓના પરીક્ષણ માટે 30, 000 નવા વોલેન્ટિયરની ભરતી કરવામાં આવે છે.
અમેરિકામાં રસીઓને લઇને જે અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે તેમાં રસીના ડોઝના કામ કરવા ઉપરાંત તે આડઅસરથી કેટલી મુક્ત છે તેની પણ ચકાસણી કરવામાં આવે છે. વૈજ્ઞાનિકો વારાફરતી અલગ અલગ રસીના તમામ ડોઝની સરખામણી કરી તારણ કાઢી રહ્યા છે.
આગામી સપ્ટેમ્બર મહિનામાં જ્હોનસન ઍન્ડ જ્હોનસન કંપની અને ઓક્ટોબરમાં નોવાવેક્સ કંપનીના એક વોલેન્ટિયર પર કોરોના રસીનું પરીક્ષણ કરવામાં આવશે. આ વર્ષના અંત સુધીમાં 30, 000 લોકો પર પરીક્ષણ કરવાની અમેરિકાની યોજના છે.
રસીના પરીક્ષણ માટે વધુને વધુ લોકો આગળ આવે તેવી અમેરિકન સરકારની અપેક્ષા છે. આ અઠવાડિયે 1,50,000 અમેરિકનોએ કોરોના રસી પરીક્ષણ માટે ઉમેદવારીના ફોર્મ ભર્યા છે.