ઘાર : લોકડાઉનના કારણે ઘૂમઘામથી થનારા લગ્ન હાલમાં એક મર્યાદા મુજબ જ થઇ રહ્યા છે. જેમાં પણ સોશિયલ ડિસ્ટન્સીંગનુ પાલન થતુ જોવા મળી રહ્યું છે. આ વચ્ચે મધ્ય પ્રદેશના ઘારમાં એક અનોખા લગ્ન જોવા મળ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
આ લગ્ન ઘાર જિલ્લાના ટેકીમાં થયા હતા. જ્યાં લોકડાઉનની વચ્ચે સોશિયલ ડીસ્ટન્સીંગનું પાલન કરીને લગ્ન કરવામાં આવ્યા હતા. જેમાં દુલ્હને વરરજાને લાકડી દ્વારા વરમાળા પહેરાવી હતી. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.