લંડનઃ દારૂના કારોબારી વિજય માલ્યાને લંડનની હાઇકોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે SBIના નેતૃત્વવાળા ભારતીય બેન્કોના સમુહની તે અરજી પર સુનાવણી સ્થગિત કરી છે જેમાં દેવાનો ભાર વેપારીને દેવાળીયા જાહેર કરવાની માગ કરવામાં આવી હતી, તેથી લગભગ 1.145 અરબ પાઉન્ડનું દેણુ વસૂલી શકાય.
હાઇકોર્ટની દેવાળીયા શાખાના ન્યાયધીશ માઇક બ્રિંગ્સે માલ્યાને રાહત આપતા કહ્યું કે, જ્યાં સુધી ભારતના સુપ્રીમ કોર્ટમાં તેની અરજીઓ અને કર્ણાટકની હાઇકોર્ટની સમક્ષ તે તેના પ્રસ્તાવને રજૂ નહીં થાય ત્યાં સુધી તેને સમય આપવો જોઇએ.
ચીફ ઇન્સોલ્વેંસી એન્ડ કંપની કોર્ટના ન્યાયાધીશ બ્રિગ્સે ગુરુવારે પોતાના નિર્ણયમાં કહ્યું કે, આ સમયે બેન્કને આવી કોઇ કાર્યવાહી આઘળ વધારવાનો અવસર આપવાની કોઇ જરૂરિયાત નથી.
મહત્વનું છે કે, ભારતીય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના નેતૃત્વમાં ભારતીય સાર્વજનિક ક્ષેત્રના બેન્કના સમુહે માલ્યાને દેવાળીયો જાહેર કરવાની માગ કરી હતી, જેથી તેના પરના લગભગ 1.145 અરબ પાઉન્ડનું દેવું વસૂલી શકાય.