વિદિશાએ કહ્યું કે, ઈમરાન ખાને કાશ્મીરને લઈને જે કંઈ પણ કહ્યુ તે ખોટું છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનના વડાપ્રધાનને ભડકાઉ નિવેદન આપ્યા છે. શું પાકિસ્તાન એ વાતને સ્વીકારશે કે તે દુનિયાની એકમાત્ર સરકાર છે કે જે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત અલ કાયદા અને અન્ય આતંકવાદીઓને પેન્શન આપે છે?
વિદિશા મૈત્રાએ વધુમાં કહ્યું કે, પાકિસ્તાને UNના મંચનો દુરુપયોગ કર્યો છે અને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. તેમજ પાકિસ્તાને જાહેરમાં ઓસામા બિન લાદેનનો બચાવ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ઇમરાન ખાને ભારતને ચેતવણી આપી હતી કે જો બે પરમાણુ શક્તિ સંપન્ન પડોશીઓ વચ્ચે મુકાબલો થયો તો તેનું પરિણામ તેમની મર્યાદાથી આગળ જશે. ઈમરાન ખાને મહાસભામાં નિયત સમય કરતાં લગભગ 15 મિનિટ વધુ સમય સુધી પોતાનું ભાષણ આપ્યું હતું.
પાક. વડાપ્રધાન ઈમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારત પર અનેક પાયાવિહોણા આરોપ લગાવ્યા. જેના જવાબમાં ભારતે 'રાઈટ ઓફ રિપ્લાઈ' નો ઉપયોગ કરીને જવાબ આપવાનો નિર્ણય લીધો છે.