આગરા: રાજ્ય સરકારો પરપ્રાંતીય મજૂરો વિશે મોટા દાવા કરી રહી છે, ત્યારે વાસ્તવિકતા સાવ અલગ જ છે. કોરોના વાઇરસના ભય વચ્ચે અન્ય રાજ્યોથી ઘરે પરત ફરતા પરપ્રાંતીય મજૂરોની વેદના દર્શાવતી ભાવનાત્મક વીડિયો સરકારના દાવાની વાસ્તવિકતા જાહેર કરી રહી છે.
પંજાબથી યુપીના મહોબા જિલ્લામાં પરપ્રાંતીય મજૂરોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પરપ્રાંતીય મજૂરો સાથે જતા એક બાળક એટલું થાકી ગયું હતું કે તે ચાલતી વખતે બેગની ટ્રોલી પર સૂઈ ગયું હતું અને તેની માતા ટ્રોલીને દોરડાની ખેંચીને આગળ જઈ રહી છે.
જ્યારે પરપ્રાંતીય મજૂરો સાથે વાત કરી ત્યારે તેઓએ જણાવ્યું કે, તેઓ પંજાબથી નીકળીને મહોબા જઇ રહ્યાં છે. પગપાળા થયા તેને ત્રણ દિવસ થયા છે. નાના બાળકોના પગમાં એક ડગલું પણ ચાલવાની શક્તિ નથી. જ્યારે તેમને ખોરાક વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે જ્યારે પણ રસ્તામાં જમવાનું મળી જાય છે, ત્યારે તેઓ ખાય છે. નહીંતર, તેની પાસે જે નાસ્તો છે તે જ ખાઇને કામ ચલાવે છે.