બપોરે 3 વાગ્યે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલ ચારૂત્તર વિદ્યામંડળના 75 વર્ષ પૂર્ણ કરવાના પ્રસંગે પ્લેટિનમ જ્યુબીલી મહોત્સવના ઉદ્ઘાટન કરશે. શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલા ચારૂત્તર વિધામંડળના પ્લેટિનમ જ્યુબીલી મહોત્સવની ઉજવણીમાં ઉપરાષ્ટ્રપતિ સિવાય રાજ્યપાલ, ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહેશે. ઉપરાષ્ટ્રપતિ પોતાના પ્રવાસની બીજા દિવસે સવારે 9 કલાકે રાજ્યપાલ એસ.પી.યુનિ.માં યોજાનાર કોનવોકેશન કાર્યક્રમમાં હાજરી આપશે અને ત્યારબાદ રવાના થશે.
- દેશના ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ શનિવારથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે
- એમ.વેંકૈયા નાયડુ તેમના પ્રવાસનો પ્રારંભ વડોદરાથી કરશે
- ઉપરાષ્ટ્રપતિ 9.55 કલાકે ભારતીય વાયુ સેનાના હવાઈ જહાજમાં હરણી વિમાની મથકે આવશે
- દેશના ઉપરાષ્ટ્રપતિ વડોદરા વિમાની મથકે 10 મિનિટનું ટૂકું રોકાણ કરશે
- એમ.વેંકૈયા નાયડુને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ તેમજ વડોદરા શહેરના રાજકીય આગેવાનો આવકારશે
- એમ.વેંકૈયા નાયડુ સવારના 10.05 કલાકે વાયુમાર્ગે આણંદ જવા પ્રસ્થાન કરશે