કટરા: કેન્દ્ર સરકારે આગામી 8 જૂનથી ધાર્મિક સ્થળો ખુલવાના સંકેત આપ્યા છે. જેને લઈ દેશવ્યાપી લૉકડાઉન ખુલવાની સાથે આશા કરવામાં આવી રહી છે કે, જમ્મુ કાશ્મીરમાં આવેલું વૈષ્ણો દેવી મંદિર પણ 8 જૂન બાદ શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે.
આપને જણાવી દઈએ કે, મંદિર સુધી પહોચવા માટે શ્રદ્ધાળુઓ પાસે ઘોડી મુખ્ય સાધન છે. જેને ધ્યાને લઈ આયોજન સમિતિએ ઘોડાના કોરોના ટેસ્ટ કરવાની કામગીરી શરુ કરી છે. આ સાથે સમિતિએ ઘોડા ચાલકોનો પણ કોરોના ટેસ્ટ કરવાનો શરુ કર્યો છે.
સમિતિએ જણાવ્યું કે, વૈષ્ણો દેવી પરિવહન સેવા હેઠળ 4,500 ઘોડા નોંધાયેલા છે. જો સરકાર યાત્રાની મંજૂરી આપે તો તેમાંથી માત્ર 450 ઘોડાને જ મંજૂરી આપવામાં આવશે.