અલરવ : યુપીમાં વિકાસ દુબે અને તેના સાથીદારોને પકડવા ગયેલી પોલીસની ટીમ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 8 પોલીસ જવાન શહીદ થયા હતા. આ ઘટના બાદ દુબે ફરાર છે. ઉત્તર પ્રદેશ પોલીસની 100થી વધુ ટીમો વિકાસ દુબેને શોધી રહી છે.
પોલીસે વિકાસ દુબેનું ઘર અને તેના વાહનો તોડી પાડ્યા હતા. તેના ગેંગના અન્ય સભ્યો, વિકાસ દુબેના સબંધીઓ અને અન્ય લોકો પર પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. પોલીસે તેની સંપત્તિ જપ્ત કરી લીધી છે . વિકાસ દુબેને પકડવા પોલીસ દ્વારા સતત્ત તપાસ ચાલુ છે.
હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન ATSની સંયુક્ત ટીમો સતત દરોડા પાડી રહી છે. વિશેષ ટીમ વતી ફરીદાબાદમાં અનેક ગેસ્ટ હાઉસ અને અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યાંથી વિકાસ દુબેના સાથીદારોને હથિયારો સાથે ધરપકડ કરવામાં આવી છે. વિકાસ દુબે અલવરમાં મેવાત વિસ્તારમાં છુપાયો હોવાની માહિતી પોલીસને મળી છે. જે બાદ અલવર પોલીસ એલર્ટ થઇ ગઇ છે.
ઉત્તરપ્રદેશ અને હરિયાણાને લગતી તમામ સીમાઓને સીલ કરવામાં આવી છે. તમામ માર્ગો પર પોલીસ તપાસ વધારી દેવામાં આવી છે. દરેક આવતા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં ખાસ ટ્રેનો પર નજર રાખવામાં આવી રહી છે. અલવરની સેન્ટ્રલ જેલમાં અરશદ ગેંગનો પ્રખ્યાત શૂટર બંધ છે.