નવી દિલ્હી : હાથરસ દુષ્કર્મ મામલાને લઈ ઉત્તરપ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. સોગંદનામામાં કહેવામાં આવ્યું કે, અદાલતને સ્વતંત્રતા અને નિષ્પક્ષ તપાસ માટે સીબીઆઈ તપાસનો આદેશ આપવો જોઈએ, અને સુપ્રીમ કોર્ટે સીબીઆઈ તપાસની દેખરેખ કરવી જોઈએ.
આ સિવાય સરકારે દલીલ કરી કે, કોઈ પણ પ્રકારની હિંસાથી બચવા માટે અમે મૃતકના અંતિમ સંસ્કાર રાત્રે જ કર્યા હતા. સરકારે તેમના સોગંદનામામાં કહ્યું કે, આ ઘટનાની સચ્ચાઈ સામે લાવવા માટે સરકારે નિષ્પક્ષ તપાસ માટે સંપુર્ણ રીતે પ્રતિબદ્ધ છે.
યુપી સરકારે સોગંદનામામાં રાજનીતિક દળો અને નાગરિક સમાજ સંગઠનોને જાતિ વિભાજનના પ્રયાસ માટે દોશી ગણાવ્યા છે. સરકારે કહ્યું કે, સુપ્રીમ કોર્ટને તેમની દેખરેખમાં હાથરસ મામલે સીબીઆઈ તપાસનો આદેશ આપવો જોઈએ.
આપને જણાવી દઈએ કે, યોગી સરકારે કેન્દ્રને સીબીઆઈ તપાસની માંગ કરી છે.યૂપી સરકારે આ મામલે કહ્યું કે. હિંસાથી બચવા માટે રાત્રે પીડિતાના અંતિમ સંસ્કાર કરવા પડ્યા હતા. યૂપી સરકારે કહ્યું કે, હાથરસ મામલે પર દુષ્પ્રચાર કરી સરકારને બદનામ કરવાની કોશિષ કરવામાં આવી રહી છે.