વોશિંગ્ટન: અમેરિકાએ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની આલોચના કરી છે. અમેરિકાએ કહ્યું છે કે, ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીએ તેના પાડોશીઓ પ્રત્યે 'દુષ્ટ' વલણ દર્શાવ્યું છે. અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ કહ્યું કે, ચીને અમેરિકા અને યુરોપ વચ્ચે અણબનાવ ઉભો કરવાનો પ્રયાસ કર્યો છે.
અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણની ઘટનાને લઇને ચીની કમ્યુનિસ્ટ પાર્ટની ટીકા કરી છે. માઈક પોમ્પિયોએ શુક્રવારે ડેનમાર્કના કોપેનહેગનમાં લોકતંત્ર પર આયોજિત એક ઓનલાઇન સમ્મેલન દરમિયાન કહ્યું કે, આ બધું ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની ઇચ્છાથી થઈ રહ્યું છે.