ETV Bharat / bharat

અમેરિકી ગુપ્તચર સેવા: પ્રમુખની ઢાલ - trump in gujarat

સારાંશ: ગુપ્તચર સેવાની એક શાખા- પ્રમુખકીય રક્ષણાત્મક વિભાગ-પ્રમુખ અને તેમના પરિવારની જિંદગીઓની રક્ષા કરવા માટે જવાબદાર છે. વાયુ જગ્યા મોકળી કરવા, મોટરશ્રૃંખલાના માર્ગનો નકશો તૈયાર કરવા, હૉસ્પિટલોને ઓળખવા અને જો હુમલો થાય તો અન્ય સુરક્ષિત સ્થળો ઓળખવા માટે પ્રમુખના આવ્યાના અનેક મહિનાઓ પહેલાં તે જે તે દેશ પહોંચી જાય છે અને મુસાફરી બાબતે આગળ રહે છે.

US Intelligence Service: The President's Shield

author img

By

Published : Feb 23, 2020, 5:34 PM IST

હૈદરાબાદ: વિશ્વમાં સૌથી જૂની અમેરિકી તપાસ સંસ્થાઓ પૈકીની નિ:શંક એક એવી અમેરિકી ગુપ્તચર સેવા (યુએસ સિક્રેટ સર્વિસ)ની સ્થાપના ૧૮૬૫માં થઈ હતી. સો વર્ષ કરતાં વધુ સમયથી તે અમેરિકાના પ્રમુખની ચોવીસ કલાક સુરક્ષા કરતી રહે છે.

સંસ્થામાં લગભગ ૩,૨૦૦ વિશેષ એજન્ટો અને ૧,૩૦૦ ગણવેશધારી અધિકારીઓ છે જે વ્હાઇટ હાઉસ, ટ્રેઝરી બિલ્ડિંગ અને વૉશિંગ્ટનમાં વિદેશી રાજદ્વારી મિશનોને રક્ષે છે.

ગુપ્તચર સેવાની એક શાખા- પ્રમુખકીય રક્ષણાત્મક વિભાગ- પ્રમુખ અને તેમના પરિવારની જિંદગીઓની રક્ષા માટે જવાબદાર છે.

અમેરિકી પ્રમુખની નિર્ધારિત મુલાકાત પહેલાં, અનેક સુરક્ષા વિભાગોએ પ્રવાસ કરતા અધિકારીની રક્ષા કરવા સેંકડો એજન્ટો મોકલે છે અને ગુપ્તચર સેવા ઘણી વાર મુસાફરીને મજબૂત કરવા મહિનાઓ પહેલાં શહેરોની મુલાકાત લે છે.

ગુપ્તચર સેવાના એજન્ટો વાયુ જગ્યા મોકળી કરવા, મોટરશ્રૃંખલાના માર્ગનો નકશો તૈયાર કરવા, હૉસ્પિટલોને ઓળખવા અને જો હુમલો થાય તો અન્ય સુરક્ષિત સ્થળો ઓળખવા માટે પ્રમુખના આવ્યાના અનેક મહિનાઓ પહેલાં જે તે દેશ પહોંચી જાય છે.

એક વાર મુલાકાત શરૂ થાય તે પછી સુરક્ષા એજન્ટો રસ્તામાં ડગલે ને પગલે પ્રમુખ સાથે હોય છે.

પ્રમુખની મુલાકાત દરમિયાન, ‘અંદરના વર્તુળ’ (ઇનર રિંગ)ની મર્યાદા લગભગ ૧૦ માઇલ હોય છે જેમાં કોઈ પણ વિમાન મથકે ૧૮,૦૦૦ ફીટ અથવા જમીન પર બીજું કોઈ વિમાન ઊડી શકતું નથી. વિમાન ‘બહારના વર્તુળ’માં કે જે લગભગ ૩૦ માઇલ સુધી વિસ્તરેલું હોય છે, તેમાં ઊડી શકે છે પરંતુ ધીમેધીમે નહીં.

પ્રમુખની આગળ મોટર શ્રૃંખલા હોય છે જેમાં સામાન્ય રીતે ૨૦ વાહનોનો સમાવેશ થાય છે, જે સમય બચાવવા અને સુરક્ષાની ચિંતાની દૃષ્ટિએ બંધ રાજમાર્ગો પર મુક્ત રીતે જાય છે.

પ્રમુખને સત્તાવાર રીતે જ્યાં જવાનું હોય છે અને તે પછી પણ જ્યાં જવાનું હોય છે તે માર્ગ પર સ્થાનિક કાનૂન પાલનકર્તા સંસ્થા આ મોટર શ્રૃંખલા માટે અન્ય એક સ્તર રચે છે.

ગુપ્તચર સેવાની હુમલા વિરોધી ટીમ મોટર શ્રૃંખલાનું સૌથી ભારે સજ્જ સ્તર હોય છે અને તે પ્રશાસનના સભ્યને લઈ જતી કારની પાછળ અન્ય દળો સાથે જાય છે.

હુમલા વિરોધી ટીમ સંભવિત પડકારો માટે માત્ર સમગ્ર વિસ્તારને બારીકાઈથી જોતી જ નથી, પરંતુ જો મોટર શ્રૃંખલા પર હુમલો થાય તો તેવા સંજોગોમાં “ભયાનક આગને ઠંડી પાડવા માટે” યુદ્ધ અંગરખું અને દળદાર રાઇફલો પણ ધરાવતી હોય છે.

ગુપ્તચર સેવાના એજન્ટો તમામ સમયે પ્રમુખ આસપાસ વર્તુળ કરીને ઊભા હોય છે, કેટલીક વાર લોકો વચ્ચેના કાર્યક્રમમાં તેમની સાથે સ્થાનિક પોલીસ વધારાનું સ્તર બનાવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.