USCIRF એ સોમવારે એક નિવેદનમાં કહ્યું કે, બિલ લોકસભામાં પસાર થવાનું કારણ ચિંતિત છે.
લોકસભામાં સોમવારના રોજ CAB એ મંજૂરી આપી દીધી છે, જેમાં અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ધાર્મિક ત્રાસના કારણે 31 ડિસેમ્બર 2014 સુધી ભારત આવેલા હિન્દુ, સિખ, બોદ્ધ, જૈન, પારસી અને ઇસાઇ સમુદાયના લોકોને ભારતીય નાગરિકતા માટે અરજી કરવાને પાત્ર બનવાની જોગવાઇ છે.
આયોગે કહ્યું કે, જો CAB બંને સંસદોમાં પસાર થયું તો અમેરિકી સરકારે ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્ય નેતૃત્વ વિરૂદ્ધ પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહી છે.
તેઓએ કહ્યું, 'અમિત શાહ દ્વારા રજૂ કરાયેલું આ બિલ લોકસભામાં પસાર થવા પર USCIRF ચિંતિત છે.'