રાજીનામું આપતાની સાથે દુ:ખ સાથે અભિનેત્રીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીની સાથે રહી હું રાજકીય અને સામજીક સંવેદનાઓ સાથે મુંબઈ કોંગ્રેસમાં જોડાઈ મોટા લક્ષ્ય સાથે કામ કરવા માગતી હતી પણ પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક વિખવાદને કારણે તે શક્ય બન્યું નહી, તેથી હું પાર્ટીમાંથી રાજીનામું આપુ છું.
આપને જણાવી દઈએ કે, 2019ની લોકસભા ચૂંટણી વખતે અભિનેત્રી મુંબઈ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ હતી અને ઉત્તરી મુંબઈમાંથી ચૂંટણી પણ લડી હતી, જો કે, ત્યાં અભિનેત્રીને હારનો સામનો કરવો પડ્યો હતો. પાર્ટીમાં સામેલ થતી વેળાએ ઉર્મિલાએ જણાવ્યું હતું કે, હું ગ્લેમરના કારણે નહીં પણ પાર્ટીની વિચારધારાને ધ્યાને રાખી પાર્ટીમાં જોડાઈ રહી છું.