મેરઠ: જિલ્લામાં વધુ એક વિદ્યાર્થિની સાથે અપહરણ કરી અને દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. મેરઠથી ગઢમુક્તેશ્વર જઇ રહેલી વિદ્યાર્થીનીને લિફ્ટ આપવાના બહાને અપહરણ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર બનાવમાં અપહરણ કરી અને વિદ્યાર્થિનીને બુલંદશહેરના સ્યાનામાં લઇ જઇ અને સામૂહિક દુષ્કર્મ આચર્યુ હતું. એટલું જ માત્ર નહીં આરોપીઓએ રોડ પર પણ વિદ્યાર્થિની પર હુમલો કરી અને હત્યા કરવાની કોશિશ કરી હતી. આ સમગ્ર બનાવ બન્યા બાદ મેરઠની મેડિકલ હોસ્પિટલમાં વિદ્યાર્થિનીને સારવાર અર્થે ખસેડેલ છે.