નવી દિલ્હી: હાથરસ કેસમાં ઉત્તર પ્રદેશ સરકાર પર આકરા પ્રહારો કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આરોપીઓને વિરૂદ્ધ કડક પગલા લેવાના બદલે અધિકારીઓ પીડિતોને પરેશાન કરી રહ્યા છે. કોંગ્રેસે આ મામલે સોશિયલ મીડિયા પર એક ઝુંબેશ શરૂ કરી છે. જેમાં લોકોને અને ખાસ કરીને મહિલાઓ પાસે હાથરસ પીડિતાની તરફેણમાં અવાજ ઉઠાવવાની અપીલ કરવામાં આવી છે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે, હાથરસ મામલે સરકારનું વલણ અમાનવીય અને અનૈતિક છે. અધિકારી પીડિતોને મદદ કરવાને બદલે આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચાલો પરિવર્તન માટે પગલાં લઈએ. દેશમાં મહિલાઓ પર થતા અન્યાય સામે તમારો અવાજ ઉઠાવો. ઉત્તર પ્રદેશ સરકાર તેનું કામ કરી રહી નથી, તેથી જ અમને ત્યાં જવાથી અટકાવવામાં આવ્યા.
-
हाथरस घटना में सरकार का रवैया अमानवीय और अनैतिक है। वे पीड़ित परिवार की मदद करने की बजाए अपराधियों की रक्षा करने में लगे हैं।
— Rahul Gandhi (@RahulGandhi) October 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
आइये, देशभर में महिलाओं पर हो रहे अन्याय के ख़िलाफ़ आवाज़ उठायें- एक क़दम बदलाव की ओर।#SpeakUpForWomenSafety pic.twitter.com/ZZQHzdSuaq
">हाथरस घटना में सरकार का रवैया अमानवीय और अनैतिक है। वे पीड़ित परिवार की मदद करने की बजाए अपराधियों की रक्षा करने में लगे हैं।
— Rahul Gandhi (@RahulGandhi) October 12, 2020
आइये, देशभर में महिलाओं पर हो रहे अन्याय के ख़िलाफ़ आवाज़ उठायें- एक क़दम बदलाव की ओर।#SpeakUpForWomenSafety pic.twitter.com/ZZQHzdSuaqहाथरस घटना में सरकार का रवैया अमानवीय और अनैतिक है। वे पीड़ित परिवार की मदद करने की बजाए अपराधियों की रक्षा करने में लगे हैं।
— Rahul Gandhi (@RahulGandhi) October 12, 2020
आइये, देशभर में महिलाओं पर हो रहे अन्याय के ख़िलाफ़ आवाज़ उठायें- एक क़दम बदलाव की ओर।#SpeakUpForWomenSafety pic.twitter.com/ZZQHzdSuaq
રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારનું કામ આરોપીઓને બચાવવાનું નથી, યુપી સરકાર પીડિતોને ન્યાય આપી નથી રહી. યુપી સરકારે આરોપીઓને જેલમાં નાખવા જોઇએ. દેશની લાખો મહિલાઓ સાથે આવું થઇ રહ્યું છે. રાહુલે કહ્યું કે, અમારે સમાજના વિચારો બદલવા પડશે અને માતા-બહેનો સાથે જે કરવામાં આવી રહ્યું છે તે અન્યાય છે.
રાહુલ ગાંધી પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા દ્વારા આ મુદ્દે ટ્વિટ કરીને યુપી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ અને પ્રિયંકા હાથરસ પહોંચ્યા હતા અને પીડિત પરિવારને મળ્યા હતા. રાહુલ અને પ્રિયંકાના કાફલાને રોકી દેવામાં આવ્યા હતા.