ETV Bharat / bharat

UN માનવાધિકાર પ્રમુખે CAAને લઈને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હસ્તક્ષેપ અરજી

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર હાઈ કમિશનરે સંશોધિત નાગરિકતા કાયદા (CAA) પર સુપ્રીમ કોર્ટમાં હસ્તક્ષેપ અરજી દાખલ કરી છે અને જીનેવામાં ભારતના સ્થાયી દૂતાવાસને તેની જાણકારી આપી છે. વિદેશ મંત્રાલયે મંગળવારે આ અંગે જાણકારી આપી.

UN માનવાધિકાર પ્રમુખે CAAને લઈને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હસ્તક્ષેપ અરજી
UN માનવાધિકાર પ્રમુખે CAAને લઈને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હસ્તક્ષેપ અરજી
author img

By

Published : Mar 3, 2020, 10:59 PM IST

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર હાઈ કમિશનર કાર્યાલયે સંશોધિત નાગરિકતા કાયદા પર સુપ્રીમ કોર્ટમાં હસ્તક્ષેપની અરજી કરી છે અને જીનેવામાં ભારતના સ્થાયી દૂતાવાસને તેની જાણકારી આપી છે. વિદેશ મંત્રાલયે મંગળવારે આ જાણકારી આપી છે. મંત્રાલયે કહ્યું કે, CAA ભારતનો આંતરિક મામલો છે અને આ કાયદો ભારતીય સંસદના સાર્વભૌમત્વના અધિકાર સાથે સંબંધિત છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું, 'જીનેવામાં અમારા સ્થાયી દૂતાવાસને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પ્રમુખ (મિશેલ બેશ્લેટ) સૂચિત કર્યું છે કે, તેમના કાર્યાલયે સીએએ, 2019ના સંબંધમાં ભારતની સુપ્રીમ કોર્ટમાં હસ્તક્ષેપ અરજી દાખલ કરી છે.'

તેમણે કહ્યું, 'અમારૂ સ્પષ્ટ રૂપથી તે માનવું છે કે ભારતના સાર્વભૌમત્વ સાથે જોડાયેલા મુદ્દા પર કોઈ વિદેશી પક્ષનો કોઈ અધિકાર બનતો નથી.' કુમારે કહ્યું કે, ભારતનું સ્પષ્ટ વલણ છે કે સીએએ બંધારણીય રીતે કાયદેસર છે અને બંધારણીય મૂલ્યોનું પાલન કરે છે.

તેમણે કહ્યું, 'આ ભારતના વિભાજનની પીડાની સામે આવેલા માનવાધિકારોના મુદ્દાના સંબંધમાં અમારા તરફથી પહેલા વ્યક્ત કરેલી રાષ્ટ્રીય પ્રતિબદ્ધતાને દર્શાવે છે.' કુમારે કહ્યું, 'ભારત લોકશાહી દેશ છે જે બંધારણના શાસનથી ચાલે છે. અમે બધા અમારી સ્વતંત્ર ન્યાયપાલિકાનું ખુબ સન્માન કરીએ છીએ અને તેમાં સંપૂર્ણ વિશ્વાસ કરીએ છીએ. અમને વિશ્વાસ છે કે અમારી મજબૂત અને કાયદાની દ્રષ્ટિએ ટકનારી સ્થિતિને સર્વોચ્ચ કોર્ટમાં જીત મળશે.'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.