અલીરાજપુર જિલ્લામાં ટ્રાફીક સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ, ટ્રાફીક વિભાગના અધિકારીએ કંઇક અલગ જ કરવાનું વિચાર્યુ હોય તેમ મળતી માહિતી મુજબ ટ્રાફીક વિભાગે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન વાહનોની તપાસ હાથ ધરી હતી.
આ તપાસ દરમિયાન નિયોમોનું ઉલ્લંધન કરનાર પાસેથી અનોખી રીતે દંડ વસુલ્યો હતો. જેમાં નિયનોનું ઉલ્લંધન કરનારને એક દિવસ માટે ટ્રાફીક પોલીસ તરીકે તૈનાત કરાયા હતા. જેના પગલે તેને પણ જાણકારી મળી અને તે પણ એક જાગૃત નાગરીક બને.