ઉત્તરકાશીઃ કેન્દ્રિય રાજ્યપ્રધાન મનસુખ માંડવિયા અને કેબિનેટ પ્રધાન મદન કૌશિકે ગંગોત્રી ધામા દર્શન કર્યા હતા. ગંગોત્રી ધામમાં બંને પ્રધાનોએ ગંગાઘાટ પર મા ગંગાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. આ અવસરે ધામના તીર્થ પુરોહિતે દેવસ્થાનમ બોર્ડના વિરોધ મામલે તેમને અવગત કરાવ્યા હતા અને ઝડપથી પોતાની માગ પર ધ્યાન આપવા જણાવ્યું હતું.
તમને જણાવી દઈએ કે, આજે શુક્રવારની સવારે કેન્દ્રિય રાજ્યપ્રધાન મનસુખ માંડવિયા અને મદન કૌશિક હર્ષિલ હેલીપેડ પહોંચ્યા હતા. જ્યાંથી કારમાં ગંગોત્રી ધામ જવા રવાના થયા હતા. ગંગોત્રી ધામમાં તીર્થ પુરોહિતોએ કેન્દ્રિય રાજ્યપ્રધાન અને કેબિનેટ પ્રધાનનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પ્રધાનોએ વીઆઈપી ઘાટ પર મા ગંગાની પૂજા-અર્ચના કરીને થોડો સમય ગંગોત્રી ધામમાં રોકાઈને યમુનોત્રી ધામ માટે રવાના થયા હતા.
ગંગોત્રી ધામ મંદિર સમિતિના સહસચિવ રાજેશ સેમવાલે કહ્યું, ગંગોત્રી ધામમાં કેન્દ્રિય રાજ્યપ્રધાન અને કેબિનેટ પ્રધાનનું સામાન્ય શ્રદ્ધાળુઓની જેમ જ સ્વાગત કરવામાં આવ્યું હતું. કારણ કે અત્યાર સુધી પુરોહિતોની સમસ્યા અને તેમની માગનું સમાધાન રાજ્યની સરકાર લાવી શકી નથી. જ્યારે ગંગોત્રી મંદિર સમિતિ અને પુરોહિતોએ પોતાના અધિકારો અને હકની માગ બંને મંત્રીઓ સમક્ષ મૂકી હતી.