ETV Bharat / bharat

કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે મુખ્યપ્રધાન અશોક ગેહલોત પર કર્યા આકરા પ્રહાર - રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર

કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે સીએમ અશોક ગેહલોત પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ગેહલોત લોકસભાની ચૂંટણીમાં તેમના પુત્રની હાર પચાવવામાં અસમર્થ છે, તેથી તે પરાજયનો બદલો લેવા તેઓ મારી વિરુદ્ધ તમામ પ્રકારની યુક્તિઓનો ઉપયોગ કરી રહ્યા છે.

ગજેન્દ્રસિંહ શેખાવત
ગજેન્દ્રસિંહ શેખાવત
author img

By

Published : Aug 3, 2020, 11:02 PM IST

જોધપુર (રાજસ્થાન) : કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે ફરી એકવાર સીએમ ગેહલોત પર પ્રહાર કર્યા અને કહ્યું કે, કોંગ્રેસના નેતાએ પાર્ટીમાં અને બહાર તેમના વિરોધીઓને નિશાન બનાવીને રાજ્યમાં રાજકીય નાટક બનાવ્યું છે. રાજસ્થાનના રાજકીય સંકડ અંગે પૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજે સિંધિયાના મૌન વિશે શેખાવતે કહ્યું હતું કે, વસુંધરાનું મૌન એક રણનીતિ હોઇ શકે છે અને કેટલીક વખત મૌન શબ્દો કરતાં વધુ ગુંજે છે.

શેખાવતે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે, ગેહલોત લોકસભાની ચૂંટણીમાં તેમના પુત્રની હાર પચાવવામાં અસમર્થ છે, તેથી તે હારનો બદલો લેવા તેઓ મારી વિરુદ્ધ તમામ પ્રકારની રણનીતિનો ઉપયોગ કરી રહ્યા છે. શેખાવતે ફરી એક વાર કહ્યું રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય નાટકમાં ભાજપને કોઈ લેવાદેવા નથી. આ કોંગ્રેસનો આંતરિક યુદ્ધ છે, જેમાં મુખ્યપ્રધાન અને પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલોટ શામેલ છે.

શેખાવતે કહ્યું કે, રાજ્યમાં આ નાટક એટલે ચાલી રહ્યું છે. કારણ કે, અશોક ગેહલોત સચિન અને અન્યને પાર્ટીમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવવા માગે છે. તેઓ આ સમગ્ર નાટક માટે ભાજપને દોષી ઠેરવી રહ્યા છે અને પાર્ટીની છબીને ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ગજેન્દ્રસિંહ શેખાવતે આરોપ લગાવ્યો હતો કે, ધારાસભ્યોને જેસલમેર લઈ જવું એ બતાવે છે કે તેઓને તેમના ધારાસભ્યો પર વિશ્વાસ નથી. તેમણે દાવો કર્યો હતો કે 2018 માં રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવ્યા પછી રાજ્ય સરકારમાં ભાગલા પડી ગયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.