ETV Bharat / bharat

કેન્દ્રીય HRD પ્રધાને પ્રોગ્રામિંગ એન્ડ ડેટા સાયન્સ ક્ષેત્રે વિશ્વની પ્રથમ ઓનલાઇન B.Sc. ડિગ્રી વર્ચ્યુઅલી લોન્ચ કરી

author img

By

Published : Jul 1, 2020, 10:18 PM IST

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ (એચઆરડી) પ્રધાને રમેશ પોખરીયાલ ‘નિશાંક’એ આજે રાજ્ય કક્ષાના એચઆરડી પ્રધાન શ્રી સંજય ધોત્રેની ઉપસ્થિતિમાં પ્રોગ્રામિંગ એન્ડ ડેટા સાયન્સમાં વિશ્વની સૌપ્રથમ ઓનલાઇન બીએસસી ડિગ્રી વર્ચ્યુઅલી લોન્ચ કરી હતી. આ પ્રોગ્રામ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસ (આઇઆઇટી મદ્રાસ) દ્વારા તૈયાર અને ઓફર કરવામાં આવ્યો હતો, જેને NIRF દ્વારા ઇન્ડિયા રેન્કિંગ્ઝ 2020માં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે.

union HRD minister virtually launches world's first ever online b.sc degree in programming and data scinece
કેન્દ્રીય HRD મંત્રીએ પ્રોગ્રામિંગ એન્ડ ડેટા સાયન્સ ક્ષેત્રે વિશ્વની પ્રથમ ઓનલાઇન B.Sc. ડિગ્રી વર્ચ્યુઅલી લોન્ચ કરી

ન્યૂઝ ડેસ્કઃ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ (એચઆરડી) પ્રધાને રમેશ પોખરીયાલ ‘નિશાંક’એ આજે રાજ્ય કક્ષાના એચઆરડી પ્રધાન શ્રી સંજય ધોત્રેની ઉપસ્થિતિમાં પ્રોગ્રામિંગ એન્ડ ડેટા સાયન્સમાં વિશ્વની સૌપ્રથમ ઓનલાઇન બીએસસી ડિગ્રી વર્ચ્યુઅલી લોન્ચ કરી હતી. આ પ્રોગ્રામ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસ (આઇઆઇટી મદ્રાસ) દ્વારા તૈયાર અને ઓફર કરવામાં આવ્યો હતો, જેને NIRF દ્વારા ઇન્ડિયા રેન્કિંગ્ઝ 2020માં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. આ પ્રોગ્રામમાં ધોરણ-12 પાસ કર્યું હોય, ધોરણ 10 સુધી અંગ્રેજી અને ગણિતનો અભ્યાસ કર્યો હોય તથા કોઇપણ ઓન-કેમ્પસ યુજી કોર્સમાં પ્રવેશ મેળવ્યો હોય, તેવા કોઇપણ ઉમેદવાર સહભાગી થઇ શકે છે. ડો. પવન કુમાર ગોયન્કા, આઇઆઇટી મદ્રાસના ચેરમેન, બોર્ડ ઓફ ગવર્નર્સ, ડિરેક્ટર તથા આઇઆઇટીના ફેકલ્ટી, AICTEના ચેરમેન પ્રો. અનિલ સહસ્ત્રબુદ્ધે, એડિશનલ સેક્રેટરી MHRD, શ્રી રાકેશ રંજાનંદ તથા મંત્રાલયના અન્ય સિનિયર અધિકારીઓ પણ આ લોન્ચિંગ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.

ડેટા સાયન્સ એ સૌથી ઝડપથી વિકસી રહેલાં ક્ષેત્રો પૈકીનું એક છે અને 2026 સુધીમાં આ ક્ષેત્ર 11.5 મિલિયન નોકરીની તકોનું સર્જન કરશે, તેવો અંદાજ છે. ઓનલાઇન શિક્ષણ એ મોટાપાયે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવા માટે ઝડપથી સ્વીકૃતિ પામી રહેલો પ્રવાહ છે. IIT મદ્રાસની ફેકલ્ટી ઓનલાઇન શિક્ષણ પ્રક્રિયાનો ઉપયોગ કરીને આ ક્ષેત્રની જરૂરિયાત પર ધ્યાન આપી રહી છે તથા એક સમાવેશક અને પોષણક્ષમ શિક્ષણ મોડેલ રજૂ કરી રહી છે, જે આઇઆઇટીના વ્યાપને ઘણો વિસ્તારી દેશે.

આ પ્રોગ્રામ ઉત્કૃષ્ટ ઓનલાઇન પોર્ટલ પર પૂરો પાડવામાં આવશે. તે ભારતના - ડિજિટલ સાક્ષરતાની પહોંચ અલ્પતમ હોય – તેવા અંતરિયાળ વિસ્તારોમાંથી પણ શીખવા ઇચ્છુક ઉમેદવારોને આકર્ષશે અને તેમને કારકિર્દીની સફરમાં આગેકૂચ કરવામાં મદદરૂપ બનશે. ઓનલાઇન શિક્ષણ પ્લેટફોર્મ વર્ગખંડના શિક્ષણ અનુભવને સમાન રહે, તે સુનિશ્ચિત કરવા માટે આ કાર્યક્રમમાં અન્ય નિયમિત અભ્યાસક્રમની માફક જ ફેકલ્ટીના વિડિયો, સાપ્તાહિક અસાઇનમેન્ટ્સ અને વ્યક્તિગત સ્તરે નિરીક્ષણ સાથે પરીક્ષાઓનો સમાવેશ કરવામાં આવશે. આ પ્રોગ્રામ ડેટાનું વ્યવસ્થાપન કરવામાં, વ્યવસ્થાપકીય સૂઝ મેળવવા માટે પેટર્નની સંકલ્પના કરવી, અનિશ્ચિતતાઓનું મોડેલ તૈયાર કરવું અને અસરકારક વ્યાવસાયિક નિર્ણયો લેવા માટેની પૂર્વધારણા બાંધવા માટેનાં મોડેલ્સ તૈયાર કરવા માટેનાં વિદ્યાર્થીઓનાં કૌશલ્યોને તીવ્ર બનાવવશે.

આ અનોખો ઓનલાઇન પ્રોગ્રામ ત્રણ તબક્કામાં ઓફર કરવામાં આવશે – ફાઉન્ડેશનલ પ્રોગ્રામ, ડિપ્લોમા પ્રોગ્રામ અને ડિગ્રી પ્રોગ્રામ. દરેક તબક્કા પર, વિદ્યાર્થીઓને પ્રોગ્રામ છોડી દઇને અનુક્રમે સર્ટિફઇકેટ, ડિપ્લોમા અથવા ડિગ્રી પ્રમાણપત્ર મેળવવાની છૂટ રહેશે. પાત્રતાના આધારે ઇચ્છુક ઉમેદવારોએ ક્વોલિફાયર પરીક્ષા માટે ફોર્મ ભરીને રૂ. 3,000ની નજીવી ફી ચૂકવવાની રહેશે. વિદ્યાર્થીઓ ચાર વિષયો (ગણિત, અંગ્રેજી, આંકડાશાસ્ત્ર અને કમ્પ્યુટેશનલ થિન્કિંગ)ના ચાર અઠવાડિયાના અભ્યાસક્રમમાં સામેલ થઇ શકશે. આ વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના લેક્ચર ઓનલાઇન આપવામાં આવશે, તેમણે અસાઇનમેન્ટ્સ ઓનલાઇન સબમિટ કરવાનાં રહેશે અને ચાર સપ્તાહના અંતે વ્યક્તિગત ક્વોલિફાયર પરીક્ષા આપવાની રહેશે. ઇન-કેમ્પસ બેઠકોની મર્યાદિત સંખ્યાના કારણે મુશ્કેલ બનતી આઇઆઇટીની પરંપરાગત પ્રવેશ પરીક્ષાથી વિપરિત, આ પ્રોગ્રામમાં ક્વોલિફાયર પરીક્ષા (50 ટકાના સરેરાશ સ્કોર સાથે) પૂરી કરનારા તમામ વિદ્યાર્થીઓ ફાઉન્ડેશનલ પ્રોગ્રામમાં નામ નોંધાવવા માટે યોગ્ય ગણાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.