ETV Bharat / bharat

ગૃહપ્રધાન અમિત શાહને શ્વાસ લેવામાં તકલીફ, ફરી એઈમ્સમાં દાખલ થયા

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને નવી દિલ્હીમાં આવેલી એઈમ્સ હોસ્પિટલમાં ફરી દાખલ કરવામાં આવ્યા છે. અમિત શાહને શ્વાસ લેવામાં તકલીફ થવાના કારણે મોડી રાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

Amit Shah
અમિત શાહ
author img

By

Published : Aug 18, 2020, 11:13 AM IST

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. મોડી રાતે અમિત શાહને એમ્સના ઓલ્ડ પ્રાઈવેટ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડા દિવસો પહેલા કોરોના વાઈરસની ઝપેટમાં આવ્યા બાદ ગ્રહ પ્રધાન અમિત શાહને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

એમ્સના ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયાની ટીમ તેમની સારવાર કરી રહી છે.

કોરોનાને માત આપ્યા બાદ 14 ઓગસ્ટના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. મોડી રાત્રે અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. એઈમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાની ટીમ તેમની સારવાર કરી રહી છે.

અમિત શાહે કોરોનાને માત આપ્યા બાદ ટ્વીટ કરી કહ્યું હતું કે, મારો કોરોના રિપોર્ટ નેગેટિવ છે. હું ઈશ્વરનો આભાર માનું છું અને આ ક્ષણે હું તે બધા લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. જેમણે મને સારી શુભેચ્છા પાઠવીને મને અને મારા પરિવારને આશીર્વાદ આપ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.