ETV Bharat / bharat

34 વર્ષ બાદ ભારતની નવી શિક્ષણ નીતિ, શાળા-કોલેજની પદ્ધતિમાં મોટા ફેરફાર - કેબિનેટની બેઠક

મોદી સરકારે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી દીધી છે. બુધવારે કેબિનેટની બેઠકમાં તેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદમાં કેબિનેટની બેઠકમાં લીધેલા નિર્ણયો વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે 34 વર્ષ પછી ભારતની નવી શિક્ષણ નીતિ આવી છે. શાળા-કોલેજના સિસ્ટમમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર
કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર
author img

By

Published : Jul 29, 2020, 7:20 PM IST

નવી દિલ્હી : પ્રકાશ જાવડેકરે કહ્યું કે, પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં નવી શિક્ષણ નીતિને મંજૂરી આપવામાં આવી છે. 34 વર્ષથી શિક્ષણ નીતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કેન્દ્રીય પ્રધાને કહ્યું કે, સરકારે શિક્ષણ નીતિ અંગે 2 સમિતિઓની રચના કરી હતી. એક ટી.એસ.આર. સુબ્રમણ્યમ સમિતિ અને બીજી ડો કે. કસ્તુરીરંગન સમિતિની રચના કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે નવી શિક્ષણ નીતિ માટે મોટા પાયે સલાહ લેવામાં આવી હતી. 2.5 લાખ ગ્રામ પંચાયતો, 6600 બ્લોક્સ, 676 જિલ્લાઓની સલાહ લેવામાં આવી હતી. સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ અંતર્ગત, જો કોઈ વિદ્યાર્થી કોઈ અભ્યાસક્રમની મધ્યમાં બીજો અભ્યાસક્રમ કરવાની ઇચ્છા રાખે છે, તો તે પહેલા કોર્સથી મર્યાદિત સમય માટે વિરામ લઈ શકે છે.

સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે નવી નીતિ અંગે વિસ્તૃત ચર્ચા થઈ છે. 2.5 લાખ ગ્રામ પંચાયતો, 6600 બ્લોક્સ, 676 જિલ્લાઓની સલાહ લેવામાં આવી હતી. લોકોને સલાહ આપવામાં આવી હતી કે નવી નીતિમાં તમારે શું ફેરફાર જોઈએ છે. સરકારે કહ્યું હતું કે મલ્ટીપલ એન્ટ્રી થ્રૂ બેંક ઓફ ક્રેડિટ અંતર્ગત વિદ્યાર્થીના પ્રથમ, બીજા વર્ષના ક્રેડિટ ડિજિલોકર દ્વારા જમા કરવામાં આવશે. જેથી જો વિદ્યાર્થીને કોઈ કારણસર વિરામ લેવો પડ્યો હોય અને નિયત સમયની અંદર પાછો આવે, તો તેને પ્રથમ અને બીજા વર્ષનું પુનરાવર્તન કરવાનું કહેવામાં આવશે નહીં. વિદ્યાર્થીની ક્રેડિટ શૈક્ષણિક ક્રેડિટ બેંકમાં હાજર રહેશે. આવા કેસમાં વિદ્યાર્થી તેનો ઉપયોગ તેના આગળના અભ્યાસ માટે કરશે.

સરકારે કહ્યું કે વર્તમાન શિક્ષણ નીતિ અંતર્ગત ફિઝિક્સ ઓનર્સ સાથે રસાયણશાસ્ત્ર અને ગણિત લઈ શકાય છે. તેની સાથે ફેશન ડિઝાઇનિંગ લઈ શકાતું નથી. જોકે નવી નીતિમાં મુખ્ય વિષયો ઉપરાંત અન્ય કોર્સ પણ કરી શકાય છે.આર્થિક અથવા અન્ય કારણોસર જે વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દે છે તેઓ કયારે પણ સિસ્ટમમાં પાછા આવી શકે છે. આ સિવાય જે લોકોને જુદા જુદા વિષયોમાં રુચિ હોય છે, જેમ કે સંગીતમાં રસ હોય છે, પરંતુ તે માટેની કોઈ વ્યવસ્થા તેમની પાસે હોતી નથી. નવી શિક્ષણ નીતિમાં, મજર અને માઇનર રૂપે આ વ્યવસ્થા આપવામાં આવશે.

માનવ સંસાધન મંત્રાલય ફરીથી શિક્ષણ મંત્રાલય તરીકે ઓળખાશે. અગાઉ આ મંત્રાલયનું નામ શિક્ષણ મંત્રાલય હતું. 1985માં, તેને બદલીને માનવ સંસાધન મંત્રાલય બનાવવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.