યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (UNFPA) દ્વારા વૈશ્વિક વસ્તીની સ્થિતિનો 2020નો અહેવાલ 30મી જૂન, 2020ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ ભારતના સંદર્ભમાં નીચેના મુદ્દા પર પ્રકાશ પાડે છેઃ
ગૂમ મહિલાઓ -
યુએનના અહેવાલ અનુસાર, 2020 સુધીમાં ભારતમાં ગૂમ થયેલી મહિલાઓની સંખ્યા 45.8 મિલિયન છે. યુનાઇટેડ નેશન્સના અહેવાલ પ્રમાણે, છેલ્લાં પચાસ વર્ષોમાં વિશ્વમાં 142.6 મિલિયન મહિલાઓ ગૂમ થઇ, તેમાં ભારતમાંથી ગૂમ થયેલી મહિલાઓની સંખ્યા 45.8 મિલિયન છે. વિશ્વભરમાં આ રીતે ગૂમ થનારી મહિલાઓના મામલે ભારત અને ચીન મોખરે છે. વિશ્વભરમાં જાતિગત (લિંગ આધારિત) પસંદગીને કારણે નવજાત બાળકીને ત્યજી દેવાની કુલ સંખ્યામાંથી આશરે 90 ટકાથી 95 ટકા જેટલું પ્રમાણ ભારત અને ચીનમાં સંયુક્તપણે જોવા મળે છે. ઉપરાંત, વિશ્વમાં દર વર્ષે થતા જન્મ દરના મામલે પણ આ દેશો સૌથી મોખરે છે. 2020 સુધીમાં ગૂમ થયેલી મહિલાઓ, એક્સેસ ફિમેલ ડેથ અને ગૂમ થયેલી નવજાત બાળકીઓ (આંકડાઓ મિલિયનમાં) -
વિશ્વ
ભારત
ગૂમ મહિલાઓ
142.6
45.8
એક્સેસ ફિમેલ ડેથ
1.71
0.36
ગૂમ થયેલી નવજાત બાળકીઓ
1.5
0.59
2013 અને 2017ના સમયગાળાની વચ્ચે, ભારતમાંથી આશરે 4,60,000 નવજાત બાળકીઓ ગૂમ થઇ હતી.
એક વિશ્લેષણ પ્રમાણે, કુલ ગૂમ થયેલી છોકરીઓમાંથી આશરે બે તૃત્યાંશ છોકરીઓના ગૂમ થવા પાછળ જાતિગત (લિંગ આધારિત) પસંદગી જવાબદાર હોય છે, જ્યારે જન્મ બાદના મહિલા મૃત્યુ દરનું પ્રમાણ આશરે એક તૃત્યાંશ જેટલું હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. “ગૂમ થયેલી મહિલાઓ” એટલે એવી મહિલાઓ, જેમની સંખ્યા જન્મ અગાઉની લિંગ આધારિત (જન્મ પૂર્વેની) પસંદગી તથા જન્મ બાદ લિંગ આધારિત પસંદગીના પરિણામ સ્વરૂપે જન્મ સમયે જાતિગત (લિંગ આધારિત) રેશિયોના અસંતુલનમાં પ્રતિબિંબિત થાય છે.
એક્સેસ ફિમેલ ડેથ
“એક્સેસ ફિમેલ ડેથ” એટલે જન્મ બાદની લિંગ પસંદગીને કારણે નીપજતું બાળકીનું મૃત્યુ. “મિસિંગ ફિમેલ બર્થ” એટલે જાતિગત (જન્મ અગાઉ) લિંગ પસંદગી દ્વારા અટકાવવામાં આવતો બાળકીનો જન્મ. અભ્યાસુઓના વિશ્લેષણ મુજબ, પ્રત્યેક 1,000 કન્યા જન્મ સામે 13.5 બાળકીનાં મોત સાથે ભારતમાં એક્સેસ ફિમેલ ડેથનું પ્રમાણ સૌથી ઊંચું છે. જે સૂચવે છે કે, પાંચ વર્ષ કરતાં નીચી વયની પ્રત્યેક નવ બાળકીઓમાંથી એકના મોત પાછળ જન્મ બાદની લિંગ પસંદગી જવાબદાર છે. ઉદાહરણ તરીકે, ચીન અને ભારતમાં જન્મ સમયે જાતિ દરમાં રહેલા અસંતુલનનું અવલોકન સૌપ્રથમ 1980ના દાયકામાં કરવામાં આવ્યું હતું.
લગ્નનું દબાણ
જ્યારે સંભવિત લગ્ન લાયક પુરુષોની સંખ્યા સંભવિત સ્ત્રીઓ કરતાં વધી જાય છે, ત્યારે “લગ્નનું દબાણ” સર્જાય છે. સ્થિતિ કેટલાક દેશોમાં જોવા મળી છે અને સામાન્યપણે નિમ્ન આર્થિક વર્ગમાંથી આવતા યુવાનો પર તેની વિપરિત અસર પડે છે. કેટલાક અભ્યાસો સૂચવે છે કે, ચીનમાં 2039 અને 2055 તથા ભારતમાં 2055માં લગ્નના દબાણની સ્થિતિ તેની ચરમસીમા પર હશે (ગુઇલમોટો, 2012). ચીન અને ભારતમાં 50 વર્ષની વયે પણ અપરિણીત હોય તેવા પુરુષોની પ્રમાણ 2050 પછી અનુક્રમે 15 ટકા અને 10 ટકા વધી જશે. તાજેતરના સંશોધને નોંધ્યું હતું કે, ચીન અને ભારતમાં લગ્ન કરવાની ઇચ્છા હોવા છતાં અપરિણીત રહી જનારા પુરુષોની સંખ્યા વધી રહી છે.
બાળ લગ્ન
વિશ્વના ઘણા દેશોના જુદા જુદા ભાગોમાં બાળ લગ્ન એક મહત્વનો સામાજિક પડકાર છે, પરંતુ દક્ષિણ એશિયા, સબ-સહારન આફ્રિકા, લેટિન અમેરિકાના કેટલાક ભાગો તથા કેરેબિયન ટાપુઓમાં આ સમસ્યા વધુ વ્યાપક છે. જોકે, ભારતે સાધેલા વિકાસને કારણે દક્ષિણ એશિયામાં બાળ લગ્નની ટકાવારી ઘટીને 2018માં 30 ટકા થઇ ગઇ હતી. અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, શિક્ષણ સંબંધિત સફળ દરમિયાનગીરીઓમાં શાળામા હાજરીની શરતે કેશ ટ્રાન્સફર અથવા તો સ્કૂલ ફી, પુસ્તકો, યુનિફોર્મ તથા અન્ય જરૂરી સામગ્રીના ખર્ચને પહોંચી વળવા માટે સહાય પૂરી પાડવી, ભારતમાં અપની બેટી અપના ધન જેવી સફળ કેશ ટ્રાન્સફર પહેલની નોંધ લેવી, વગેરેનો સમાવેશ થાય છે.
UNFPAના અહેવાલ અનુસાર, બ્રેસ્ટ આયર્નિંગથી લઇને કૌમાર્યનું પરીક્ષણ કરવા સહિતની ઓછામાં ઓછી 19 હાનિકારક પ્રથાઓને માનવ અધિકારનો ભંગ ગણવામાં આવે છે. તેમાં ત્રણ અત્યંત પ્રચલિત પ્રથાઓ પર ભાર મૂકવામાં આવ્યો છેઃ મહિલા જનીનનું છેદન, બાળ લગ્ન અને પુત્રોની તરફેણમાં પુત્રીઓ સામે ભારે પૂર્વગ્રહ રાખવો. UNFPAનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. નતાલિયા કેનેમના જણાવ્યા મુજબ, છોકરીઓ વિરૂદ્ધની હાનિકારક પ્રથાથી તેમને ઘણો ઊંડો અને લાંબા ગાળાનો આઘાત લાગે છે તથા પોતાની પૂર્ણ ક્ષમતાઓ સુધી પહોંચવાનો તેમનો અધિકાર તેમની પાસેથી ઝૂંટવાઇ જાય છે.
આ વર્ષે અંદાજે 4.1 મિલિયન છોકરીઓ સ્ત્રી જનીન છેદનનો ભોગ બનશે. 18 વર્ષ કરતાં ઓછી વયની 33,000 છોકરીઓનાં મોટાભાગે તેમના કરતાં ઘણી મોટી વયના પુરુષો સાથે બળજબરીપૂર્વક લગ્ન કરાવવામાં આવશે. તેમજ કેટલાક દેશોમાં પુત્રીની તુલનામાં પુત્રને આપવામાં આવતી વધુ પડતી પ્રાથમિકતાને કારણે જાતિ આધારિત લિંગ પસંદગી અથવા તો અંતિમવાદી ઉપેક્ષાને ઉત્તેજન આપ્યું છએ, જેના કારણે બાળ વયે જ તેમનું મૃત્યુ થાય છે. આ સમગ્ર પરિબળોના કારણે 140 મિલિયન મહિલાઓ ગૂમ થવાની સ્થિતિ સર્જાઇ છે.
અહેવાલમાં જણાવાયું હતું કે, કન્યાઓને વધુ લાંબા સમય સુધી શાળામાં રાખીને તથા તેમને જીવન કૌશલ્યોનું શિક્ષણ આપીને તેમજ પુરુષો અને છોકરાઓને સામાજિક પરિવર્તનનાં કાર્યોમાં સામેલ કરવાનાં પ્રયાસોને વેગ આપીને વિશ્વભરમાં 10 વર્ષની અંદર બાળ લગ્ન અને સ્ત્રી જનીન છેદનની કુપ્રથાને નાબૂદ કરવી શક્ય છે. 2030 સુધી દર વર્ષે 3.4 અબજ ડોલરના રોકાણ થકી આ બે હાનિકારક કુપ્રથાઓનો અંત આણી શકાય છે અને અંદાજે 84 મિલિયન છોકરીઓની પીડાને નાબૂદ કરી શકાય છે, તેમ રિપોર્ટમાં જણાવાયું હતું.