ન્યૂઝ ડેસ્કઃ 27 જુલાઈના રોજ CMIEએ એક રિપોર્ટ જારી કર્યો છે. રિપોર્ટ પ્રમાણે એક અઠવાડિયામાં બેરોજગારી દર 7.94 ટકાથી વધીને 8.21 ટકા થઈ ગયો છે. શહેરના બેરોજગારી દર કરતાં ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારી દર વધારે છે.
CMIEના નવા આંકડા પ્રમાણે ગ્રામીણ વિસ્તારોમાં ગત સપ્તાહે બેરોજગારી દર 7.1 ટકા હતો, જે વધીને 7.66 ટકા થયો હતો. આ ઉપરથી પ્રતીત થાય છે કે, ગ્રામીણ વિસ્તારોમાં ગત સપ્તાહે બેરોજગારી દર 0.56 ટકા વધ્યો હતો.
WEEKLY સાપ્તાહિક | UNEMPLOYMENT RATE % | ||
INDIA ભારત | URBAN શહેરી વિસ્તાર | RURAL ગ્રામીણ વિસ્તાર | |
26/07/20 | 8.21 | 9.43 | 7.66 |
19/07/20 | 7.94 | 9.78 | 7.1 |
12/07/20 | 7.44 | 9.92 | 6.34 |
05/07/20 | 8.87 | 11.26 | 7.78 |
MONTHLY માસિક | UNEMPLOYMENT RATE % | ||
INDIA ભારત | URBAN શહેરી વિસ્તાર | RURAL ગ્રામીણ વિસ્તાર | |
June | 10.99 | 12.02 | 10.52 |
May | 23.48 | 25.79 | 22.48 |
April | 23.52 | 24.95 | 22.89 |
March | 8.75 | 9.41 | 8.44 |
આ 5 રાજ્યોમાં ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારી દર સૌથી વધારે છે
SL NO | STATE રાજ્ય | RATE દર |
1 | હરિયાણા | 35.60% |
2 | કેરળ | 27.70% |
3 | ઝારખંડ | 21.50% |
4 | બિહાર | 21.10% |
5 | પંજાબ | 20.00% |
ગંભીર મુદ્દો એ છે કે, રોજગારીનો ગ્રાફ ધીરે ધીરે નીચે આવી રહ્યો છે. 2016માં તે 43 ટકા હતો, જ્યારે 2019માં 40 ટકા હતો. 2020ના પહેલા ક્વાર્ટરમાં તે દર 39.2 ટકા હતો. એપ્રિલમાં તે 27.2 ટકા થયો હતો. મે મહિનામાં 29.2 ટકા સાથે થોડું સંતુલન જળવાયું હતું. જૂનમાં તે વધીને 35.9 ટકા થયો હતો.
શા માટે ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારી દર વધી રહ્યો છે ?
- અનલોકમાં ઘણી ઓફિસો અને ફેક્ટરી ખુલી છે.
- લોકો ફરીથી કામ પર આવી રહ્યાં છે.
- પરંતુ લોકડાઉનના પીરિયડમાં લાખો શ્રમિકો પોતાના વતન પરત ફર્યા હતાં.
- આ શ્રમિકોને શહેરમાં આવતા ડર લાગી રહ્યો છે. આ કારણોસર ગામડાઓમાં નોકરીઓની માગ વધી છે.
આ ઉપરાંત મનરેગાનું 100 દિવસનું કામ પણ બધા સુધી પહોંચી નથી રહ્યું. 10 દિવસ કામ કર્યા પછી 20 દિવસ બેસી રહેવું પડે છે. જેથી કરીને શ્રમિકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે.
ગ્રામીણ ભારતમાં વાવણીની મોસમનો અંત આવી રહ્યો છે. ભારતના અનેક ભાગોમાં ચોમાસું ચાલશે. પૂર જેવી આફતો કૃષિક્ષેત્રે પ્રવૃત્તિઓને પ્રતિબંધિત કરશે અને સ્વરોજગારની તકો મર્યાદિત કરશે. શહેરી વિસ્તારોમાં પણ ધંધાઓ ધીરે ધીરે ચાલુ થઈ રહ્યાં છે. ખરીફ ઋતુની ખેતી પૂર્ણ થઈ છે અને હવે વરસાદ શરૂ થયો છે. જેથી કરીને તાત્કાલિક રોજગાર મળતો નથી. આના પરિણામે ગ્રામીણ બેરોજગારીમાં વધારો થયો છે.
ઘણાં લોકોએ નાની દુકાનો ખોલી છે, જેમ કે,શાકભાજી વિક્રેતા, ચાની દુકાન. પરંતુ આ ધંધા ઘણાં શ્રમિકોને યોગ્ય વળતર નહીં આપે. જે શ્રમિકો લોકડાઉનમાં ઘરે પાછા ગયા છે, જો તેમના માટે રોજગારની તકો નહીં હોય તો બેરોજગારીના દરમાં ભયજનક રીતે વધારો થશે.
Source – CMIEનો સાપ્તાહિક અહેવાલ, 27 જુલાઈ 2020