ETV Bharat / bharat

જાતીય અધિકારોની સમજ

બાળપણથી જ આપણને આપણા છે મૂળભૂત અધિકારો વીશે સમજાવવામાં આવે છે. આ અધિકારો આ પ્રમાણે છે: સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ સામે અધિકાર, પોતાની પસંદનો ધર્મ પાળવાનો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, સંપત્તિનો અધિકાર અને બંઘારણીય ઉપાયોનો અધિકાર. પરંતુ આપણને કેટલાક એવા પણ અધિકારો મળ્યા છે જેને આપણે ધ્યાન પર લેવાનું ભુલી જઈએ છીએ અથવા અવગણીએ છીએ. અને આ અધિકારો છે ‘જાતીય અધિકારો’

Sexual Rights in india
જાતીય અધિકારોની સમજ
author img

By

Published : Sep 19, 2020, 7:14 PM IST

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા જાતીય અધિકારોની સમજ કંઈક આ રીતે આપવામાં આવી છે, “જે રીતે માનવ અધિકારોને સમ્માન આપવામાં આવે છે, તેમનુ રક્ષણ કરવામાં આવે છે અને તેને પરીપુર્ણ કરવામાં આવે છે તે જ રીતે જાતીય સ્વાસ્થ્યને પણ પ્રાધાન્ય મળવુ જોઈએ. જે અધિકારોનો આંતરરાષ્ટ્રીય અને સ્થાનીક માનવ અધિકારોના દસ્તાવેજો અને અન્ય સર્વમાન્ય દસ્તાવેજોમાં તેમજ રાષ્ટ્રીય કાયદામાં સ્વીકાર કરવામાં આવ્યો છે તેમાં જ જાતીય અધિકારોના કેટલાક મુદ્દાઓનો સમાવેશ થાય છે.” જો કે એવું પણ કહેવામાં આવે છે કે આ એક કાર્યકારી વ્યાખ્યા છે અને તેમાં એ વાતની સંમતીનો પણ સ્વીકાર છે કે કેટલાક માનવ અધિકારોનું સમ્માન અને રક્ષણ કર્યા વીના જાતીય આરોગ્યને જાળવી શકાતુ નથી. “જાતીયતા અને જાતીય સ્વાસ્થ્ય પર હાલના માનવ અધિકારોને લાગુ કરવાથી જે અધિકારો બને છે તેને જ જાતીય અધિકારો કહી શકાય. જાતીય અધિકારો દરેક વ્યક્તિને અન્ય વ્યક્તિના અધિકારોને ધ્યાનમાં રાખીને તેમની જાતીયતાને વ્યક્ત કરવાના અને તેનો પોષવાના અધિકારનું રક્ષણ કરે છે. આ ઉપરાંત દરેક વ્યક્તિને ભેદભાવ સામે પણ રક્ષણ પુરૂ પાડે છે.”

જાતીય આરોગ્ય એ એક એવો મુદ્દો છે કે જેના વિશે જાહેરમાં વાત કરવાનું આપણા દેશમાં લોકો ટાળે છે. જો કે નવી પેઢીએ હવે આ વિષય પર જાહેરમાં વાત કરવાનું શરૂ કર્યું છે. તેઓ શું સાચુ છે અને શું ખોટુ છે તે વીશે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે અને આ જ વિષય પર અન્ય લોકોમાં જાગૃતિ પણ ફેલાવી રહ્યા છે. જાતીય અધિકારોને આપણા દેશમાં પ્રાથમીકતા આપવી જરૂરી છે કારણ કે એવી ઘણી પરીસ્થીતિ છે કે જ્યાં વ્યક્તિની, અને ખાસ કરીને મહિલાની, જાતીયતાને આધારે તેના વીશે પૂર્વધારણા બાંધવામાં આવે છે. મહિલાઓને અનઅપેક્ષીત અને અણધારી ગર્ભાવસ્થા, હિંસા, અસુરક્ષિત ગર્ભપાત, જાતીયતા સાથે જોડાયેલા ચેપ (STIs) અને આ વિષયોને લગતી અન્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હવે સમય બદલાઈ રહ્યો છે પરંતુ તેમ છતા આપણા દેશમાં હંમેશા એક યા બીજી રીતે જાતીય ભેદભાવનું અસ્તિત્વ રહ્યુ છે. જો કે બીજી તરફ પુરૂષો પણ જાતીય સતામણીનો ભોગ બને છે તે વાતને નકારી ન શકાય.

યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (UNFPA)ના જણાવ્યા પ્રમાણે, “સારૂ જાતીય અને પ્રજનન સ્વાસ્થ્ય એ પ્રજનન તંત્ર સાથે જોડાયેલી બાબતોમાં શારીરિક, માનસીક અને સામાજીક સુખાકારીની નીશાની છે. એ સુચિત કરે છે કે લોકો સંતોષકારક અને સુરક્ષિત જાતીય જીવન માણી રહ્યા છે, તેઓ પ્રજનન કરવાની શક્તિ ધરાવે છે અને તેઓ પ્રજનન કરવું કે કેમ તેમજ ક્યારે અને કેટલા સમયાંતરે પ્રજનન કરવું તેના વીશે સ્વતંત્રતા ધરાવે છે.”

જાતીય સ્વાસ્થ્યની અનુભૂતિ માટે જરૂરી એવા કેટલાક અધિકારોનો WHO દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે આ પ્રમાણે છે:

  • સમાનતાનો અને ભેદભાવ સામે રક્ષણનો અધિકાર
  • માનસીક કે શારીરિક ત્રાસથી મુક્ત થવાનો, હિંસક, અમાનુષી, તેમજ યાતના આપનારી શીક્ષા કે વર્તન સામે રક્ષણનો અધિકાર
  • ગોપનીયતાનો અધિકાર
  • ઉચ્ચત્તમ સ્તરના સ્વાસ્થ્ય (જાતીય સ્વાસ્થ્ય સહિતનું સ્વાસ્થ્ય) અને સામાજીક સુરક્ષાનો અધિકાર
  • કોઇપણ જીવનસાથી શોધવાનો, એક પરીવાર શોધવાનો અને તેની સંમતિથી તેની સાથે લગ્નજીવન શરૂ કરવાનો અધિકાર તેમજ બંન્નેની સંમતિથી લગ્નજીવન વિચ્છેદ કરવાનો પણ અધિકાર છે.
  • બાળકોની સંખ્યા અને બે બાળકો વચ્ચેનું અંતર નક્કી કરવાનો અધિકાર
  • માહિતી અને શીક્ષણનો અધિકાર
  • પોતાના વિચાર વ્યક્ત કરવાનો અને મત રજૂ કરવાનો અધિકાર, અને
  • મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન સામેના ઉપચારનો અધિકાર

તેથી, જાતીય અધિકારો એ દરેક વ્યક્તિના જીવનનો ભાગ છે અને જેવી રીતે આપણે આપણા દેશમાં અન્ય મૂળભૂત અધિકારોનું સમ્માન કરીએ છીએ તે જ રીતે જાતીય અધિકારોનું પણ સમ્માન થવુ જોઈએ. દરેક જાતીના તમામ વ્યક્તિને સુખી અને સંતોષકારક જાતીય જીવન માણવાનો, તેમના માટે જીવનસાથી શોધવાનો અને તેને કોઈ પણ પ્રકારના સંકોચ અને ભય વીના લોકો સામે રાખવાનો અધિકાર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.