ETV Bharat / bharat

કોરોના ઈફેક્ટ: બંગાળમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર સંકટના વાદળો - સ્થાનિક સ્વરાજની ચૂંટણી

પશ્ચિમ બંગાળ ચૂંટણી પંચે બંગાળના યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની કોઇ જાહેરાત કરી નથી. ચૂંટણી પંચના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ચૂંટણીને ટાળી દેવામાં આવશે. પશ્ચિમ બંગાળ ચૂંટણી પંચે 16 માર્ચે થનારી સર્વદળીય બેઠકમાં આ વિશે નિર્ણય લેવામાં આવી શકે છે.

corona
કોરોના
author img

By

Published : Mar 15, 2020, 5:03 PM IST

કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં અગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સંકટના વાદળો મંડરાઇ રહ્યાં છે. રાજકિય પાર્ટીઓ અને પશ્ચિમ બંગાળ ચૂંટણી પંચે કોરોના વાયરસના જોખમને ધ્યાનમાં રાખી નિર્ણય નથી લેવમાં આવ્યો કે, નક્કી કરેલા સમય પ્રમાણે ચૂંટણી યોજાય કે, કેટલાક અઠવાડીયા માટે ચૂંટણીને ટાળી દેવામાં આવે.

પશ્ચિમ બંગાળ ચૂંટણી પંચે હજી સુધી ચૂંટણીની જાહેરાત નથી કરી, પરંતુ સૂત્રોએ દાવો કર્યો કે, રાજ્ય સરકાર 12 અને 26 એપ્રિલની વચ્ચે ચૂંટણી કરાવવા માગે છે. તેમણે જણાવ્યું કે, પશ્ચિમ બંગાળ ચૂંટણી પંચની 16 માર્ચે યોજાનારી સર્વદળીય બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વિશે નિર્ણય લેવામાં આવશે.

ચૂંટણી પંચના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ચૂંટણી એપ્રિલ-મેમાં થવાની સંભાવના ઓછી છે, અથવા તેને ટાળી દેવામાં આવશે.

બંગાળના વિપક્ષી પાર્ટી ભાજપ અને માકપાને લાગે છે કે, કોલકત્તા નગર નિગમ અને 107 નગરપાલિકાઓ માટે ચૂંટણી લાબા સમયથી અટકાયેલી છે અને ચૂંટણી પ્રક્રિયામાં વધારે સમયના થવો જોઇએ.

પશ્વિમ બંગાળ સરકારે કોરોના વાયરસના કારણે 16 માર્ચથી 31 માર્ચ સુધી બધી શિક્ષણની સંસ્થાનોને બંધ કરવાની શનિવારે જાહેરાત કરી હતી. પરંતુ નક્કી કરેલા સમય પ્રમાણે બોર્ડની પરીક્ષા યોજાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.