ઉલ્લેખનીય છે કે, ભારત લાંબા સમયથી મસૂદ પર પ્રતિબંધની માંગ કરી રહ્યું હતું પરંતુ, ચીન દ્વારા વીટો પાવર વપરાતા આ મુદ્દો અટકી જતો હતો. બુધવારે સંયુક્ત રાષ્ટ્રની 1267 સમિતિની બૈઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બ્રિટન, અમેરિકા, ફ્રાંસ અને ભારતના સંયુક્ત પ્રસ્તાવથી મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરાયો હતો.
UNના નિર્ણય બાદ ફ્રાંસે આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું. ફ્રાંસના એક નિવેદનમાં કહેવાયુ કે, ફ્રાંસ સતત આ દિશામાં કામ કરી રહ્યું હતું. નિવેદનમાં કહેવાયું કે, ખાસ કરીને ભારતના જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ફ્રાંસ સતત પ્રયાસ કરી રહ્યું હતું અને ફ્રાંસે 15 માર્ચે રાષ્ટ્રીય પ્રતિબંધ લગાવવાનું જાહેર કર્યું હતું.
મહત્વનું છે કે, ચીને મંગળવારે કહ્યું હતું કે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો આકા મસૂદ અઝહર વૈશ્વિક આંતકી જાહેર કરવા મામલે થોડી પ્રગતિ થઈ છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, UNSCમાં 1267 પ્રતિબંધ સમિતિમાં મામલા ચીને ઘણી વાર પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો છે. હું માત્ર થોડી વાતો પર જોર દેવા માંગુ છું. ચીનનું માનવું છે કે, વાતચીતથી આ મામલો શાંત પડી શકે છે. અમને વિશ્વાસ છે કે, ઘણા દેશની આ મામલે વાતચીતની સહમતિ હશે.