ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીએ આ બાબત પર વિરોધ દર્શાવ્યો છે. તેઓએ ટ્વિટ કરીને આ બાબત પ્રત્યે વિરોધ દર્શાવ્યો હતો.
તેમણે ટ્વિટમાં લખ્યું કે, 'મને માહિતી મળી છે કે આપણે ગોપાલ કાંડા નામના સ્વતંત્ર ધારાસભ્યનો ટેકો પણ મળી શકે છે. મારે આ વિશે કંઈક કહેવું છે'
આગળ તેઓએ જણાવ્યું કે, જેવા ભાજપના કાર્યકરોની સાફ છબીના હોય છે તેવા જ લોકો અમારી સાથે જોડાવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે, 2012માં ગોપાલ કાંડાની એક કંપનીમાં કામ કરનાર એક મહિલાએ આત્મહત્યા કરી હતી. જેના આરોપને કારણે તેઓ આરોપી છે. આ કેસ હજુ પૂર્ણ થયો નથી. આ સમગ્ર વિવાદ બાદ કાંડાને પ્રધાનપદેથી રાજીનામું આપવું પડ્યું હતું.