ETV Bharat / bharat

બ્રિટેનની કોર્ટમાં પાકિસ્તાનની હારઃ હૈદરાબાદના નિઝામની 'મૂડી' ઉપર ભારતનો અધિકાર - london court judgement

હૈદરાબાદઃ લંડનની રોયલ કોર્ટ ઓફ જસ્ટીસે બુધવારે ભારત અને હૈદરાબાદના નિઝામના વંશજોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. હૈદરાબાદના 7માં નિઝામે 1948માં એક મિલિયન યુરો લંડનની બેંકમાં જમા કરાવ્યા હતા. જેની ઉપર પાકિસ્તાને દાવો કર્યો હતો. પરંતુ કોર્ટનો ચુકાદો આવી જતાં આ કેસમાં પાકિસ્તાનની હાર થઈ છે. કોર્ટે સ્પષ્ટ કર્યુ છે કે આ રકમ ઉપર ભારત અને નિઝામના વશંજોનો અધિકાર છે.

બ્રિટેનની કોર્ટમાં પાકિસ્તાનની હારઃ
author img

By

Published : Oct 3, 2019, 9:06 AM IST

હૈદરાબાદના 7માં નવાબ મીર ઉસ્માન અલી ખાન સિદ્દિકીએ 1948માં 10 લાખ પાઉન્ડ જેવી રકમ પાકિસ્તાનની મદદથી લંડનની 'નેટવેસ્ટ' બેન્કમાં જમા કરાવી હતી. જેનું હાલમાં મૂલ્ય 3.5 કરોડ પાઉંડ થઈ ગઈ છે.

આ રકમ પોતાની હોવાનો પાકિસ્તાને 1948માં દાવો કર્યો હતો. પછી 1954માં તેનો કોર્ટમાં કેસ થયો હતો. ત્યારથી આજ સુધી તે અંગેનો કેસ લંડનની કોર્ટમાં ચાલતો હતો. હવે તેનો ચુકાદો આવી ગયો છે. જેમાં પાકિસ્તાનની હાર થઈ છે. કોર્ટે આ રકમ ઉપર ભારતનો અધિકાર હોવાનું સ્પષ્ટ કરી દીધું છે. આ ઉપરાંત કોર્ટે કહ્યુ છે કે આ રકમ ઉપર નિઝામના વશંજોનો હક્ક છે.

ઓપરેશન પોલો વખતે આ રકમ નિઝામે સીધી જમા કરાવી ન હતી. પરંતુ નિઝામે એ વખતના પોતાના નાણાપ્રધાનના માધ્યમથી જમા કરાવી હતી. નાણાપ્રધાને લંડન સ્થિત પાકિસ્તાની હાઈ-કમિશનર હબીબ ઈબ્રાહિમ રહમતુલ્લાહના ખાતામાં જમા કરાવી હતી. થોડા સમય પછી નિઝામના વંશજોને આ રકમની ખબર પડી એટલે તેમણે રહમતુલ્લાહ પાસે નાણા પરત માંગ્યા હતા. પરંતુ તેણે હાથ અધ્ધર કરી લીધા હતા.

નવાબના વારસદારોએ 1954માં કેસ દાખલ કર્યો હતો. નવાબના વારસદારો અને પાકિસ્તાન સરકાર વિરૂદ્ધ સાત દાયકાથી કેસ ચાલતો હતો. પાછળથી આ કેસમાં ભારત સરકાર પણ જોડાઈ હતી.

આ કેસનો નિર્ણય બુધવારે આવ્યો હતો. લંડનની રોયલ કોર્ટ ઓફ જસ્ટીસે ચૂકાદો આપતા જણાવ્યું હતું કે આજના દરે વ્યાજ સાથે રૂપિયા 306 કરોડ થાય છે. તેના પર નિઝામના વંશજો અને ભારતનો હક્ક છે, પાકિસ્તાનનો કોઈ હક્ક-દાવો રહેતો નથી. નિઝામના વારસદારો મુકર્રમ જેહ અને મુક્કફમ જેહ બન્ને ભાઈઓએે આ ચૂકાદાને આવકાર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.