નીરવ મોદીને લંડનમાં વેસ્ટમિન્સ્ટર મજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર કરવામાં આવશે. તેના વિરૂદ્ધ આવતા વર્ષે મે માસમાં સુનાવણી શરૂ થશે. ત્યાર સુધી તે જામીન મેળવવાનો પ્રયાસ કરશે.
હાલ તે ઇન્ગલેન્ડની જેલમાં માર્ચ માસ સુધી બંધ રહેશે. બ્રિટનની ક્રાઉન પ્રોસિક્યૂશન સર્વિસના એક પ્રવકતાએ કહ્યું કે, જામીન અરજી પર બુધવારે સુનાવણી કરવામાં આવશે. સુનાવણી આગાઉ યાચિકાના આધારને સાર્વજનિક કરવામાં નહીં આવે.