ઠાકરેએ પાછલા વર્ષે નવેમ્બરમાં અયોધ્યા યાત્રા કરી હતી અને 2019 લોકસભા ચૂંટણી પહેલા જમીન વિવાદીત સ્થળ પર રામમંદિર બનાવવાની માગ કરી હતી.
આ સમયે શિવસેનાના સહયોગી દળ ભાજપ સાથે તણાવપૂર્ણ સંબંધ હતા, ત્યારબાદ શિવસેનાએ લોકસભા ચૂંટણી માટે ભાજપ સાથે ગઠબંધન કર્યું, પરંતુ સાથે કહ્યું કે, રામમંદિર તેમના માટે જરુરી મુદ્દો છે.
મળતી માહિતી મૂજબ, શિવસેનાના મીડિયા પ્રભારી હર્ષ પ્રધાને જણાવ્યું છે કે, "ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યા યાત્રા કરવાનો નિર્ણય લીધો છે. 17 જૂનથી શરુ થનારા આ સંસદ સત્ર પહેલા આ યાત્રા કરવાની યોજના થઇ રહી છે."
તેમણે જણાવ્યું છે કે, "આ યાત્રા વિશે જલ્દી જ જાણકારી આપવામાં આવશે. આ વિશે ઉદ્ધવ ઠાકરે પોતે વિસ્તૃત માહિતી આપશે."