કર્ણાટકના ચામરાડનગર જિલ્લામાંથી કથિત રીતે આતંકવાદી પ્રવૃતિ સાથે જોડાયેલા મૌલવી સહિત બે શંકાસ્પદ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે પોલીસ અધિક્ષકના જણાવ્યા મુજબ, અમે કેરળમાં સક્રિય આતંકવાદી સમુહ સાથે જોડાયેલા હોવાની શંકા હેઠળ મૌલવી સહિત બે લોકોની ધરપકડ કરી છે. તેમની ઓળખાણ જાહેર કરવામાં આવી નથી. હાલમાં તેમની પુછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ, આ ધરપકડ આતંકવાદ નાબુદી કાયદા હેઠળ, કર્ણાટકની આંતરિક સુરક્ષા દળ અને જિલ્લા પોલીસે મળી બંન્ને કથિત આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી.