ETV Bharat / bharat

રાજસ્થાનમાં 13 વર્ષીય સગિરા પર દુષ્કર્મઃ 2 આરોપીની ધરપકડ, એક ફરાર - બળજબરી

રાજસ્થાનના ભરતપુર જિલ્લાના એક ગામમાં 13 વર્ષીય સગિરા પર 3 ઈસમો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી હતી જ્યારે એક ફરાર છે. સગિરાને 4 માસના ગર્ભનો ગર્ભપાત કરાવવા રાજસ્થાન હાઈકોર્ટે મંજૂરી આપતા તેનો ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો.

દલિત સગિરા પર દુષ્કર્મ
દલિત સગિરા પર દુષ્કર્મ
author img

By

Published : Jul 5, 2020, 6:13 PM IST

રાજસ્થાનઃ સગિરા સાથે ગામના ચોક્કસ સમુદાયના લોકો દ્વારા વારંવાર સામુહિક દુષ્કર્મ આચરવાને કારણે સગિરા સગર્ભા બનવાની ઘટનામાં દોઢ મહિનાથી ફરાર બે આરોપીઓને પકડવામાં કામા DSP પ્રદીપ યાદવને મોટી સફળતા મળી છે. જેમાંથી એક આરોપી પર ભરતપુર SP દ્વારા 1,000 રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. ધરપકડ કરાયેલા બન્ને આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

રાજસ્થાનમાં 13 વર્ષીય દલિત સગિરા પર દુષ્કર્મ

DSP પ્રદીપ યાદવે જણાવ્યું હતું કે, કામા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં ગેંગરેપ બાદ 13 વર્ષીય દલિત સગિરા 3 મહિનાથી વધુ સમયથી ગર્ભવતી થઈ હતી. જ્યારે સગિરાએ પેટમાં દુખાવાની ફરિયાદ તેના પરિવારના સભ્યોને કરી હતી. જે બાદ હોસ્પિટલ તપાસ કરાવતા જાણવા મળ્યું કે, સગિરા 3 માસનો ગર્ભ ધરાવે છે.

જે બાદ પીડિતાએ સમગ્ર ઘટના તેના પરિવારજનોને જણાવી હતી કે, 4 મહિના પહેલા ગામના 3 યુવકોએ તેને રસ્તામાં પકડી લીધી હતો, અને ત્રણેયએ સરસવના ખેતરમાં તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે બાદ અનેકવાર તક મળતા જ તેની સાથે દુષ્કર્મ આચરતા હતા. જે કારણે સગિરા ગર્ભવતી થઈ હતી. સગિરાની માતાએ 25 મેના રોજ કામાં પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. આરોપીની ધરપકડ માટે ભરતપુર પોલીસ અધિક્ષક હૈદર અલી ઝૈદીએ દુષ્કર્મ કરનારા મુખ્ય આરોપી સદ્દામ પર 1,000 રૂપિયાના ઇનામ જાહેર કરવાની સાથે પોલીસ અધિકારી ધર્મેશ દયમાની આગેવાની હેઠળ એક સ્પેશિયલ ટીમની રચના કરી હતી. જ્યારે પોલીસ ટીમે રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી પર વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા, પરંતુ આરોપીઓ સુધી પોલીસ પહોંચી શકતી ન હતી.

આ દરમિયાન પોલીસે આ ગુનામાં સહ આરોપીની ધરપકડ કરી હતી અને ભૂતકાળમાં આરોપીઓને આશરો આપવાના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી, પરંતુ મુખ્ય આરોપી પોલીસથી ભાગતા ફરતા હતા. જે બાદ શનિવાર મોડી રાત્રે ટેકનિકલ ક્લૂ મળ્યા બાદ પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર ધારાસિંહ મીના અને કોન્સ્ટેબલ મુકેશ મીનાને બે આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળી હતી.

  • શું છે સમગ્ર ઘટના …

કામાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ગામમાં, એક વિશેષ સમુદાયના 3 લોકોએ આશરે 4 મહિના પહેલા 13 વર્ષની દલિત સગિરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ગામના ત્રણ યુવકો સદ્દામ, તૌફિક અને મમ્મન જ્યારે સગિરા ખેતર તરફ જઈ રહી હતી, ત્યારે તેને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ ત્રણેય બદમાશોએ યુવતીને રસ્તામાં પકડી હતી, અને તેને સરસવના ખેતરમાં લઇ જઇને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ કર્યા બાદ જો આ બાબતે કોઈને કહેશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

  • સગિરાનો ગર્ભપાત

સામુહિક દુષ્કર્મ બાદ સગર્ભા બનેલી સગિરાનો પોલીસ વહીવટી તંત્રે રાજસ્થાન હાઈકોર્ટના આદેશ મુજબ ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો.

  • ધરપકડ કરાયેલા આરોપીની આરોગ્ય તપાસ

કામાં પોલીસ મથકે કામાં શહેરના કમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ધરપકડ કરાયેલા બન્ને આરોપીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. જ્યાં બન્ને આરોપીઓના કોરોના વાઇરસના સંક્રમણનો પણ રિપોર્ટ કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.