કંપનીએ આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, આજથી પહેલા આ નવા નિયમોનું ઉલ્લંઘન કરનારા ટ્વિટ્સને હટાવાની આવશ્યકતા હતી પણ તેમનું ટ્વિટર અકાઉન્ટને બંધ નથી કર્યા, કારણ કે, આ નિયમ બન્યા પહેલા તેવા લોકોના ટ્વિટ આવેલા હતાં.
ગત વર્ષે જ ટ્વિટરે અલગ અલગ ધર્મ અને સમુદાયના આધારે ધૃણાસ્પદ આચરણ વાળી પોસ્ટ વિરુદ્ધમાં પ્રતિક્રિયાની માગ કરી હતી.
આ અંગે બે અઠવાડિયામાં 30 દેશમાં રહેવાવાળા લોકોના લગભગ 8000થી પણ વધારે પ્રતિક્રિયા મળી હતી.જેના જવાબમાં ટ્વિટરે કહ્યું હતું કે, ભાષા ઉપરાંત પણ લોકોનું એવું માનવુ હતું કે, વધારે જાણકારી ઉપલબ્ધ કરાવી નિયમોમાં સુધારો કરી શકાય છે.
જેને લઈ ટ્વિટરે જણાવ્યું છે કે, આ નિયમ પ્રમાણે સ્પષ્ટ ભાષાનો ઉપયોગ કરો અને નિયમોને જાળવી રાખવામાં મદદ કરો.