ETV Bharat / bharat

ટીવી અભિનેત્રીએ કોરોના પોઝિટિવ માતા માટે ઝડપથી બેડની વ્યવસ્થા કરવા બદલ દિલ્હી CMનો આભાર વ્યક્ત કર્યો - diya or bati

મુંબઇની ટીવી એક્ટ્રેસ દીપિકાની માતાને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની મદદથી સર ગંગા રામ હોસ્પિટલમાં બેડ મળી ગયો છે. તેમને તાવ તેમજ મોઢામાં કોઈ સ્વાદ આવતો ન હતો. દીપિકાને ખાતરી હતી કે, તેની માતાને કોરોના નહીં હોય કારણ કે, જે લક્ષણો હતા તે સામાન્ય વાઇરલના હતા. 9 જૂને તેમનું પરીક્ષણ કરવામાં આવ્યું જેનો રિપોર્ટ 13 જૂને પોઝિટિવ આવ્યો હતો.

etv bharat
ટીવી અભિનેત્રીએ તેમની કોવિડ પોઝિટિવ માતા માટે ઝડપથી બેડની વ્યવસ્થા કરવા બદલ દિલ્હીના સીએમને આભાર વ્યક્ત કર્યો હતો
author img

By

Published : Jun 13, 2020, 11:20 PM IST

મુંબઇ: કોરોના કાળમાં માતાની તબિયત ખરાબ થતા દીયા ઓર બાતી હમની ફેમ ટીવી એકટ્રેસ દીપિકા ખૂબ જ ગભરાઇ ગઇ હતી. તેની માતાને તાવ આવ્યા બાદ સાવધાની માટે કોવિડ-19નો ટેસ્ટ કરાવ્યો હતો. જયારે ચાર દિવસ બાદ પણ રિપોર્ટ ન આવતા દીપિકાએ મુખ્ય પ્રધાનને ટેગ કરતા લખ્યું કે, માતા ને તાવ આવે છે. તેમને કોઇ પણ સ્વાદ નથી આવી રહ્યો. ચાર દિવસ પહેલા કોવિડ-19નો ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ આવ્યો નથી. મુખ્ય પ્રધાનના ઇન્ટેરફેર બાદ કોરોનાનો રિપોર્ટ આવ્યો હતો જે પોઝિટિવ હતો.

કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવતા દીપિકા ખૂબ જ ગભરાઇ ગઇ

જયારે માતાનો રિપોર્ટ પોઝિટિવ સાંભળ્યો તો દીપિકા ખૂબજ ગભરાઇ ગઇ હતી. તેેને વિભિન્ન માધ્યમો દ્વારા સાંભળ્યુ હતું કે, દિલ્લીની હેલ્થ સિસ્ટન ખૂબ જ ખરાબ છે. ખાસ કરીને કોરોનાના દર્દીઓને બેડ નથી મળતા. જે કારણે તેને મુખ્ય પ્રધાન કેજરીવાલને ટેગ કરીને ટ્વીટ કર્યુ અને કોઇ સારા હોસ્પિટલમાં બેડ અપાવવાની માંગ કરી હતી. દીપિકાએ કહ્યું કે, તેની માતા 59 વર્ષની છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વધારે ઉંમર હોવાથી તેમને ખતરો વધું છે.

ટિવટ બાદ CMએ તાત્કાલિક ગંગારામ હોસ્પિટલમાં બેડ અપાવ્યો

કેજરીવાલે ટ્વીટ પર તુરંત એકશન લેતા સર ગંગારામ હોસ્પિટલમાં દીપિકાની માતા માટે એક બેડની વ્યવસ્થા કરાવડાવી હતી. સીએમનો આભાર વ્યકત કરતા દીપિકા વધુ એક ટ્વીટ કર્યુ. જેમાં તેને લખ્યુ કે, મારા ટ્વીટને ગંભીરતાથી લેવા માટે દિલ્લીના મુખ્ય પ્રધાન અને સ્વાસ્થ્ય પ્રધાનનો આભાર. તેમની તાત્કાલિક કાર્યવાહીના કારણે તેમની માતા માટે બેડ મળી ગયો છે. હવે તેમના જલ્દી સાજા થવાની ભગવાનને પ્રાથના કરુ છું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.