તમિલનાડુ:તિરુમાલા તિરુપતી દેવસ્થાને એક મહત્વનો નિર્ણય કર્યો છે. તે તેની તામિલનાડુ સ્થિત 23 પ્રોપર્ટીઓની હરાજી કરશે.
29 ફેબ્રુઆરીએ યોજાયેલી બોર્ડ ઓફ ટ્રસ્ટીઓની બેઠકમાં તેઓએ આ નિર્ણય કર્યો હતો અને 30 એપ્રિલ 2020 ના રોજ આ આદેશ જારી કરવામાં આવ્યો હતો.
મિલકતોને વેચવા માટે તેઓએ 2 ટીમો બનાવી છે. તિરુમાલા તિરુપતી દેવસ્થાને બંને ટીમોમાં 8 અધિકારીઓની નિમણૂક કરી હતી.
આ સંપત્તિઓને વેચવા માટેેની કાર્યવાહીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. તમિલનાડુના જુદા જુદા જિલ્લાઓમાં મકાનોની સાઇટ્સ અને કૃષિ જમીનો છે, જેની મિલકતોની બિડિંગ વેલ્યુ 1.50 કરોડથી વધુ છે.
લગભગ 2 મહિનાથી મંદિર બંધ હોવાથી 400 કરોડનું નુકશાન ગયું છે, આ ઉપરાંત પૂજારીઓની સેલેરી પણ બાકી છે જેના માટે અંદાજે 125 કરોડ રુપિયાની જરુર છે.