અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે PM મોદીના વખાણ કરતાં કહ્યું કે તેમણે 30 કરોડ લોકોને ગરીબી રેખાની બહાર કાઢ્યા છે. તેમણે ભારતને મજબૂતી આપી છે. અમેરિકામાં ભારતનો મારાથી સારો મિત્ર અન્ય એક પણ રાષ્ટ્રપ્રમુખ નહીં રહ્યો હોય. ભારતના બંઘારણમાં 'હમ ભારત કે લોગ' લખેલું છે. તે જ રીતે અમેરિકાના બંધારણમાં 'હમ અમેરિકા કે લોગ' લખેલું છે. બંને દેશો લોકશાહીને વરેલા છે. બંને દેશોમાં સક્ષમ ન્યાયપાલિકા અને કાયદાથી શાસન ચાલ છે. અમારા સ્વપ્ન સમાન છે. પ્રવાસી ભારતીયો પર અમને ગર્વ છે.
ભારત-અમેરિકા એક-બીજાનું સન્માન કરે છે. ભારતમાં નરેન્દ્ર મોદી ખૂબ સારૂ કામ કરી રહ્યાં છે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં આવીને ખૂબ જ આનંદીત છુ. PM મોદીને લોકસભા ચૂંટણીમાં મળેલી ઐતિહાસિક જીત બદલ અભિનંદન. આતંકવાદ મુદ્દે ટ્રમ્પે કહ્યું કે, ઈસ્લામિક આતંકવાદીઓ સામે લડવા અમે તૈયાર છે. બંને દેશો સુરક્ષા ક્ષેત્રે સાથે મળીને કામ કરશે.